પ્રીવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ (PMLA)ની સ્પેશિયલ કોર્ટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) અને અન્ય બેન્કોને વિજય માલ્યાની જપ્ત સંપત્તિ વેચીને ધિરાણની રકમ વસૂલવાની મંજૂરી આપી દીધી છે. ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) એ કહ્યું કે, તેમને આ પ્રમાણેની વસૂલાતથી કોઈ વાંધો નથી.
માલ્યાના વકીલોએ દલીલ કરી હતી કે, આ માત્ર ડેટ રિકવરી ટ્રિબ્યુનલ જ નક્કી કરી શકે છે. જોકે સ્પેશિયલ PMLA કોર્ટે આ નિર્ણય પર 18 જાન્યુઆરી સુધીનો સ્ટે લગાવ્યો છે. જેથી માલ્યા આ આદેશની સામે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી શકે.
ઉલ્લેખનીય છે કે બેન્કોને અંદાજે 9000 કરોડની લોન ન ચૂકવવા મામલે, કૌભાંડ અને મની લોન્ડ્રીંગ મામલે બ્રિટનમાં માલ્યા સામે કેસ ચાલી રહ્યો છે.
લંડનમાં માલ્યા પર ચુકાદો આવશે
નોંધનીય છે કે, ડિસેમ્બર મહિનામાં વિજય માલ્યા મામલે લંડન કોર્ટમાં ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો છે. કોર્ટ જાન્યુઆરીમાં માલ્યા પર ચુકાદો આપે તેવી શક્યતા છે. અહીં વિજય માલ્યા પર દાખલ નાદારી જાહેર કરવાની અરજી નકારવામાં આવી શકે છે અથવા જ્યાં સુધી ભારતીય સુપ્રીમ કોર્ટમાં માલ્યાની સેટલમેન્ટ ઓફર પર સહમતી ન બને ત્યાં સુધી આ અરજી સ્થગિત પણ કરવામાં આવી શકે છે. આ મામલે યુકે કોર્ટ ભારતીય નિયમો વિશે વિચાર કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.