નવા વર્ષે જ બદલાયા કિમ જોંગ ઉનના રંગ, ડૉનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે…

ઉત્તર કોરિયાએ અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી મુલાકાતને હવામાં ઉડાવી દેતા નવા જ વર્ષની શરૂઆતમાં અમેરિકાને ધમકી આપી દીધી છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને જાહેરાત કરી છે કે, તેમની એજન્સીઓ નવા હથિયારો વિકસાવવા પર કામ કરશે.

ગત વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી મુલાકાત સમયે નોર્થ કોરિયા પોતાના પરમાણું પ્રોગ્રામ પર પ્રતિબંધ લગાવવા માટે સહમતિ દાખવી હતી. પરંતુ હવે વર્ષ બદલાતા જ તેમણે પોતાની નીતિમાં પણ ફેરફાર કરી દીધો છે અને નવી રીતે આ દિશામાં આગળ વધવાની વાત કહી છે.

સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે, કિમ જોંગ ઉને પોતાની પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી, જેમાં અમેરિકા સાથેના સંબંધોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. નોર્થ કોરિયાએ પરમાણું પ્રોગ્રામ પર ફરી એકવાર વાત કરવાની અપીલ કરી છે, પરંતુ અમેરિકાએ આ મામલે હજી સુધી કોઈ જ જવાબ આપ્યો નથી.

કિમ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા અમારી સાથે ગેંગસ્ટર જેવો વ્યવહાર કરી રહ્યું છે અને ઈચ્છે છે કે અમે તેમના અનુંસાર કામ કરીએ. સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે, હવે દુનિયા અમારા નવા હથિયારોના પ્રોગ્રામ જોશે જે ઐતિહાસિક હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.