રાજસ્થાનમાં નવો મોટર વેહીકલ એક્ટ લાગુ નથી થયો, પરંતુ જુનાં મોટર વેહીકલ એક્ટને સખતાઇથી અમલને લીધે હંગામો મચી ગયો છે. હવે મોટર વેહીકલ એક્ટ હેઠળ ડ્રેસ કોડ પર સખતાઇ શરૂ કરવામાં આવી છે.
જયપુરના સંજય સર્કલ થાણાનાં એક ઇન્સપેક્ટરે એક ટેક્સી ચાલકનું 1600 રૂપિયાનું ચલાન એટલા માટે કાપ્યું કારણ કે તે પયજામો અને ચંપલ પહેરીને ટેક્સી ચલાવી રહ્યો હતો અને તેની કમીઝના ઉપરના બટન પણ ખુલ્લાં હતા. 6 સપ્ટેમ્બરે એ ચલાન કાપવામાં આવ્યું અથવા ચલાન કોર્ટ મોકલવામાં આવ્યું હતું. ઇન્સપેક્ટરનું કહેવું છે કે જુના મોટર વેહીકલ એક્ટમાં પણ ટેક્સી ચાલકો માટે બ્લુ શર્ટ અને પેન્ટનો ડ્રેસ કોડની જોગવાઇ છે. આ શહેરમાં ફરનારા લોકો ઉપરાંત બહારથી આવનારા લોકોની સુરક્ષા માટે પણ જરૂરી છે.
ઇન્સપેક્ટરે કહ્યું કે જુના કાયદા હેઠળ અમે ટેક્સી ચાલકનો ડ્રેસ યોગ્ય ન હોવાને લીધે ચલાન કાપ્યું છે. અમે ચલાન કોર્ટમાં મોકલી આપ્યું છે જ્યાં કોર્ટ નિર્ણય કરશે કે ચલાનની કિંમત વધારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નવા મોટર વ્હીકલ એક્ટનો રાજસ્થાનમાં હજી સુધી અમલ થયો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે નિર્ણય લીધો છે કે એક વખત BJP દ્વારા શાસિત રાજ્યોમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ કરવામાં આવે, ત્યારબાદ તેનાથી ઓછા દરનો રાજસ્થાનમાં નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.