હેલ્થ ઇન્શ્યોરન્સ લેવાની ઇચ્છા રાખનાર પાસે જલ્દીથી પ્રીમિયમના હપ્તામાં ચુકવણીનો વિકલ્પ હશે. એનો મતલબ એવો થયો કે હવે તમે માસિક, ત્રિમાસીક અને છ માસના આધાર પર પ્રીમિયમ જમા કરી શકશો.
- હેલ્થ ઇન્શ્યોરન્સ લેવાની ઇચ્છા રાખનાર પાસે જલ્દીથી પ્રીમિયમના હપ્તામાં ચુકવણીનો વિકલ્પ હશે
- ઇરડાના આ નિર્ણયનો ફાયદો એ લોકોને મળશે જે સંપૂર્ણ પ્રીમિયમની ચુકવણી કરી શકતા નથી
કોણ પણ મેડિકલ ઇમરજન્સી માટે હેલ્થ ઇન્શ્યોરન્સ લેવો જરૂરી થઇ ગયો છે. એક પૂરતો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કોઇ પણ ગંભીર બિમારીના કારણે પડતું આર્થિક દબાણને સરળતાથી સામનો કરવા મદદ કરે છે. હવે કેન્દ્રની મોદી સરકાર એની પર એક મોટી ભેટ આપવાની છે.
વાસ્તવમાં હેલ્થ ઇન્શ્યોરન્સ લેવાની ઇચ્છા રાખનાર પાસે જલ્દીથી પ્રીમિયમના હપ્તામાં ચુકવણીનો વિકલ્પ હશે. એનો મતલબ એવો થયો કે હવે તમે માસિક, ત્રિમાસીક અને છ માસના આધાર પર પ્રીમિયમ જમા કરી શકશો. વર્તમાનમાં પ્રીમિયમ માત્ર વાર્ષિક ચુકવણી જ કરવામાં આવતી હતી.
ઇરડાએ જારી કર્યું સર્કુલર
વીમા નિયામક ઇરડાએ પ્રીમિયમ ચુકવણીના બદલાયેલા નિયમને લઇને સર્કુલર જારી કરી દીધું છે. ઇરડાએ જનરલ અને સિંગલ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓને મોકલવામાં આવેલા સર્કુલરમાં કહ્યું છે કે અનુમોદિત વ્યક્તિગત ઉત્પાદ હેઠળ હપ્તામાં ચુકવણી કરવાના કારણે મૂળ પ્રીમિયમ અને ફી સંરચમાં ફેરફાર ના થવો જોઇએ.
સર્કુલરમાં આગળ કહેવામાં આવ્યું,
‘પ્રીમિયમની ચુકવણીની પ્રસ્તાવિત રીત માસિક, ત્રિમાસીક અથવા છ મહિના હોઇ શકે છે.’
વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો: https://www.irdai.gov.in/ADMINCMS/cms/whatsNew_Layout.aspx?page=PageNo3907&flag=1
ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણના આ પગલાથી ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ રજૂ કરવામાં વધારે સુગમતા મળવાની આશા છે. આ ઉપરાંત, હેલ્થ ઇન્શ્યોરન્સ માર્કેટની પહોંચ પણ વધશે.
ઇરડાના આ નિર્ણયનો ફાયદો એ લોકોને મળશે જે સંપૂર્ણ પ્રીમિયમની ચુકવણી કરી શકતા નથી. આ ઉપરાંત ઇરડાના સર્કુલરમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે 65 વર્ષથી વધારે ઉંમરના લોકો પણ વીમા ઉત્પાદ ખરીદી શકશે.
ઇરડાએ એની સાથે એવું પણ કહ્યું કે જો કંપનીઓ ઇચ્છે તો એ પ્રીમિયમ વધાર્યા વગર પોતાની કોઇ પણ પોલિસીમાં ગંભીર બિમારીઓને જોડી શકશે, જો કે પહેલાથી પોલિસીમાં સામેલ નથી. જો કે એના માટે એને તમામ સ્ટેકહોલ્ડર્સથી મંજૂરી લેવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.