ચીન-પાકિસ્તાનથી યુદ્ધનો ખતરો! CDS કરશે એવી તૈયારી કે પાડોશી દેશો થરથર કાંપશે

દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું છે કે ભારત થિએટર કમાન્ડ બનાવા માટે પશ્ચિમી દેશોની નકલ કરવાની જગ્યાએ પોતાની રીતે પ્રક્રિયા કરશે. રાવતનું આ નિવેદન એવા સમય પર આવ્યું છે જ્યારે ત્રણેય સેનાઓ આધુનિકીકરણ માટે ધનની અછતથી ઝઝૂમી રહ્યું છે અને પાકિસ્તાન તથા ચીનના ખતરાને જોતા તાત્કાલિક જલ, થલ અને નભ ત્રણેય સેનાને એકીકૃત કરવાની જરૂર છે.

પદભાર સંભાળ્યા બાદ જનરલ રાવતે કહ્યું કે થિએટર કમાન્ડ બનાવા માટે કેટલીય રીત છે. આપણે પશ્ચિમી કે અન્ય દેશોના મોડલને કોપી કરવા પડશે નહીં. આપણી પોતાની સિસ્ટમ હોઇ શકે છે. અમે મળીને આખી પ્રક્રિયાને બનાવીશું…હું સમજું છું કે આ કામ કરશે. સીડીએસે ભલે અત્યારે થિએટર કમાન્ડ અંગે વિસ્તૃત માહિતી આપી ના હોય પરંતુ સૂત્રોના મતે સરકારની તરફથી તેમને આવતા 4 થી 5 વર્ષની અંદર પહેલાં થિએટર કમાન્ડને બનાવા માટે પહેલ કરવા, સિદ્ધાંત બનાવા અને આખો રોડમેપ તૈયાર કરવા માટે જવાબદારી આપી દીધી છે.

આપને જણાવી દઇએ કે ભારતે સંયુકત સૈન્ય કમાન્ડની તરફથી પોતાનું કદમ આગળ વધાર્યું છે અને જ્યાં આર્મી, નેવી અને એરફોર્સની પૂરી સૈન્ય શક્તિનો ઓપરેશન કંટ્રોલ એક એકલા 3 સ્ટાર સૈન્ય જનરલની પાસે હશે. સરકારે આ સંબંધમાં જોઇન્ટ કમાન્ડથી સંબંધિત નિયમો અને કંટ્રેલ રૂલ્સમાં બદલાવ કર્યો છે. સૂત્રોના મતે સરકારે સેનાના સંયુકત કમાન્ડને સંચાલિત કરવા માટે કોઇપણ એક સર્વિસ (આર્મી, નેવી કે એરફોર્સ)ના એક અધિકારીને સીધો કમાન્ડ આપવાનો અધિકાર આપવા માટે વૈધાનિક નિયમ અને ઓર્ડરને નોટિફાઇ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.