છત્તીસગઢના કાંકેર જિલ્લામાં એક સ્કૂલ ટીચરે 3.2 લાખ રૂપિયાના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી છે. તે પણ ફક્ત તે જાણવા માટે કે તેના 12 વર્ષના દિકરાએ ઓનલાઇન બેટલ ગેમ રમવા માટે હથિયાર ખરીદ્યા હતા. પોલીસે જણાવ્યું કે બાળકે તેના માતાના ફોનમાંથી 3 મહિનાના સમયગાળામાં 278 ટ્રાન્જેક્શન કર્યા હતા, જેના વિશે કોઇને જાણ ન થઇ કારણ કે ડેબિટ કાર્ડ માટે કોઇ ઓટીપી માંગવામાં આવ્યો ન હતો.
બાળકના ગ્રુપના અન્ય બાળકો પણ આ ગેમ રમતા હતા ;
પોલીસ અનુસાર, બાળકે કહ્યું કે તેના ગ્રુપમાં અન્ય બે બાળકો પણ હતાં જે આ ગેમ રમતા હતા અને શંકા છે કે તેમણે પણ લાખો રૂપિયાના હથિયાર ખરીદ્યા હતાં. 25 જૂને ટીચરને તે જાણીને નવાઇ લાગી કે તેના ખાતામાંથી 3.2 લાખ રૂપિયા ગાયબ છે. સાયબર ફ્રોડના ભયથી તેણે તે જ દિવસે પોલીસ ફરિયાદ નોંધાવી.
આ રીતે સામે આવી હકીકત ;
પોલીસને જાણવા મળ્યું કે તેણે ફોનથી 8 માર્ચથી 10 જૂન વચ્ચે ટ્રાન્જેક્શન કર્યા હતા. પોલીસે સલાહ આપી કે તેઓ પોતાના દિકરા સાથે આ અંગે વાતચીત કરે. ટીચરે આ અંગે પોતાના દિકરા સાથે વાત કરી અને તે જાણીને દંગ રહી ગઇ કે તે એક ઓનલાઇન ગેમ સાથે જોડાયેલો હતો અને તેણે વધુ સારા ફીચર્સ અને વેપન અપગ્રેડ માટે તેની જાણકારી વિના રૂપિયાનું ટ્રાન્જેક્શન કર્યુ હતું. પોલીસે જણાવ્યું કે ટ્રાન્જેક્શન માટે કોઇ ઓટીપી માંગવામાં આવ્યો ન હતો તેથી ટીચરને આ ટ્રાન્જેક્શન વિશે જાણ ન થઇ. હવે સ્કૂલોના ઓનલાઇન ક્લાસિસ ચાલી રહ્યાં છે તેવામાં બાળકો પાસે સ્માર્ટફોન હોવો સામાન્ય બાબત બની ગઇ છે. તેથી પોલીસે વાલીઓએ તેમની ઓનલાઇન ગતિવિધિઓ પર નજર રાખવાની અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.