મધ્ય પ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાં સુખતવા નદી પર અંગ્રેજોના જમાનામાં બનેલો પુલ તુટી પડ્યો છે, જેના કારણે ઇટારસી અને બેતુલ વચ્ચેનો સંપર્ક કપાઇ ગયો . આ પુલ પરથી 138 પૈંડાવાળી ટ્રક પસાર થતી હતી, બ્રિટિશ કાળમાં બનેલો આ પુલ ટ્રકનું વજન વહન કરી શક્યો નહોતો અને ધડામ દઇને તુટી પડ્યો હતો.અને બ્રિજ ધરાશાયી થવાને કારણે નેશનલ હાઇવે પર લાંબો ટ્રાફીક જામ લાગી ગયો છે.તંત્ર રૂટ ડાઇર્ટ કરવાની દોડધામ કરી રહ્યું છે. આ ઘટનામાં ડ્રાઇવર સહિત 4 લોકોની ઇજા પહોંચી છે જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જાણવા મળેલી માહિતી મુજબ મધ્ય પ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાં ભોપાલ- નાગપુર હાઇવે-69 પર બ્રિટીશ કાળમાં લગભગ 150 વર્ષ પહેલાં બનેલો પુલ રવિવારે તુટી પડ્યો હતો. આ બ્રિજ તુટી પડવાને કારણે ભોપાલ અને નાગુપર વચ્ચેના ટ્રાફીક પર અસર પડી છે.અને આ પુલ સુખતવા નદી પર બનેલો છે. નર્મદાપુરમાના સુખતવા નદી પર બનેલો આ પુલ 25 ફીટ ઉંચો છે.
રવિવારે 138 પૈંડાવાળી ટ્રક પસાર થતી હતી ત્યારે આ પુલ તુટી પડ્યો હતો અને પુલનો એક હિસ્સો નદીમાં પડ્યો હતો.અને આ ઘટનામાં ટ્રક ડ્રાઇવર સહિત 4 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. હજુ સુધી કોઇના મોત થયા હોવાની જાણકારી મળી નથી.
એવું જાણવા મળ્યું છે કે, ટ્રોલી પર રાખવામાં આવેલું હેવી મશીન 20 ફુટ પહોળું અને 17 ફુટ ઉંચુ હતુ. આ મશીન તોશિબા કંપની દ્રારા બનાવવામાં આવ્યું છે અને મશીનનું વજન 120 ટન કરતા વધારે છે. 16 એક્સલવાળી આ ટ્રોલીમાં કુલ 128 પૈંડા છે અને આગળના ભાગમાં કુલ 10 ટાયર છે જે ટ્રોલીને ખેંચે છે. એમ આ ટ્રોલીમાં કુલ 138 પૈડા છે.
આ હેવી ટ્રોલો 6 માર્ચે હૈદ્રાબાદથી નિકળ્યો હતો અને ઇટારસીમાં આવેલા નેશનલ પાવર ગ્રિડમાં આ હેવી મશીન પહોંચાડવાનું હતું, જો કે સુખતવા પુલ પરથી પસાર થતા પહેલા આ ટ્રોલો એક વખત બગડી ગયો હતો અને 3 દિવસ સુધી બૈતુલ હાઇવે પર જ ઉભો રહ્યો હતો.અને એન્જિનિયરોએ આવીને મરામત કર્યા પછી 10 એપ્રિલે, રવિવારે સુખતવા નદી પરથી પસાર થતા બ્રિજ તુટી પડ્યો છે અને નેશનલ હાઇવે પર ભારે ટ્રાફીક જામ થઇ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.