ભાવનગરથી ડિંડોલીમાં રહેતા કાકાને ત્યાં વેકેશન ગાળવા માટે આવેલા એક સગીરે એપાર્ટમેન્ટમાં રહેતી સગીરાને બેવાર બાથમાં પકડીને છેડતી કરી હતી જેમાં બનાવ અંગે સગીરાએ તેના પિતાને ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી ભાવનગરમાં રહેતા સગીરની અટકાયત કરીને જૂવેનાઇલ હોમમાં મોકલી આપ્યો હતો.
મળતી વિગતો મુજબ ડિંડોલીમાં રહેતા અને ચાના વેપાર ઉપરાંત ઓનલાઇન યુ-ટ્યુબ ચલાવતા યુવકની 12 વર્ષિય પુત્રી મીના (નામ બદલ્યુ છે) ડિંડોલીની જ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ધો.8માં અભ્યાસ કરે છે. મીના જ્યાં રહે છે તેનાથી થોડા જ અંદરે કાલી માતાનું મંદિર આવ્યું છે અને સવારના સમયે મીના મંદિરમાં પૂજા કરવા જઇ રહી હતી. ત્યારે બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં સમયે અચાનક મીના તેના પિતા પાસે ગઇ હતી અને કહ્યું કે, ‘મેં લિફ્ટ સે નીચે ઉતર રહી થી ઉસ વક્ત મેરે સાથ લિફ્ટ મેં એક લડકા ઔર થા ઉસને અચાનક મુજે બાહો મેં જકડ કે મેરે સાથ જબરદસ્તી કરને લગા, ઉસ ટાઇમ મેને લિફ્ટ કા દરવાજા ખોલને કા પ્રયાસ કિયા તો વો લડકેને ફિરસે લિફ્ટ કા દરવાજા બંધ કરકે ફિર સે મુકે બાહો મે જકડને લગા, ઉસ ટાઇમ મેને તાકાત લગા કે ઉસકે બાહો મેસે છૂટ કે લિફ્ટ ખોલ કે બહાર આઇ હું’.
બનાવ અંગે વેપારીએ સોસાયટીના અન્ય સભ્યોને ભેગા કરીને એપાર્ટમેન્ટ તેમજ લિફ્ટમાં મુકેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને જેમાં બિલ્ડીંગમાં જ રહેતો એક સગીર છેડતી કરતો જોવા મળ્યો હતો જેમાં તપાસ કરતા મહેશ (ઉ.વ.16)નામના સગીરને બિલ્ડીંગમાંથી જ પકડી પાડ્યો હતો અને તેની પુછપરછમાં ભાવેશ મુળ ભાવનગરનો વતની હતો અને હાલમાં સ્કૂલમાં વેકેશન હોવાથી તે સુરતમાં કાકાના ઘરે આવ્યો હતો. સગીરાની સાથે છેડતી કરનાર મહેશની સામે ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને તાત્કાલીક જ મહેશની અટકાયત કરી લીધી હતી અને તેને જૂવેનાઇલ હોમમાં મોકલી આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.