શહેરના ઘાટલોડિયામાં 13 વર્ષની સગીરા ઉપર પાડોશમાં જ રહેતા ડબલ ઉંમરના શખ્સે પ્રેમસંબધ બાંધીને લગ્નની લાલચ આપીને અપરહણ કરી અલગ-અલગ જગ્યાએ લઇ જઇને અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.અને આ અંગે સગીરાના પરિવારજનોએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને અપહરણનો ગુનો નોંધી આરોપીને દબોચી લીધો છે.
અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં રહેતી 13 વર્ષની સગીરાને તેના પાડોશમાં રહેતા દિનેશ ઉર્ફે વિસ્કી નાનજીભાઇ બાબુલ સાથે ઓકટોબર 2021માં આંખ મળી જતાં પ્રેમ થઇ ગયો હતો. અને જેના કારણે સગીરાને અનેકવાર ફોન તેમજ વોટસએપ મેસેજ કરતો હતો. આરોપી દિનેશની પત્ની સાથે અણબનાવ હોવાથી તે જતી રહી હતી. આથી દિનેશે સગીરાને લગ્નની લાલચ આપીને અલગ-અલગ જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું.
ગત શુક્રવારે આરોપી દિનેશ તેનાથી અડધી ઉંમરની સગીરાને લઇને ચોટીલા ભાગી ગયો હતો. અને જેના કારણે તેના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને સુભાષ બ્રિજ પાસેથી દબોચી લીધો છે. આરોપીનો તેની પત્ની સાથે અણબનાવ હોવાથી સગીરાને શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.