સુરત જિલ્લાના પીપોદરા ગામે જાહેર શૌચાલયમાં જતી વેળાએ 60 વર્ષીય વૃદ્ધને ચક્કર આવ્યા હતા અને તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા અને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાતા તાત્કાલિક તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમણે મૃત જાહેર કરવામાં આવ્યા છે. 60 વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયું હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પીપોદરા ગામે વિજય ટેક્સટાઈલમાં આવેલા જાહેર શૌચાલયમાં જતી વેળાએ એક 60 વર્ષીય વૃદ્ધને ચક્કર આવતા તેઓ નીચે પડી ગયા હતા અને તત્કાલીક તેઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.
મૃતકનું નામ વિજય ભાઈ મરાઠી અને તેઓને હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે કોસંબા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અત્રે મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી યુવાનોને યોગા કરતી વેળાએ, ક્રિકેટ રમતી વેળાએ તેમજ ચાલતા જતી વેળાએ હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયા હોવાના સમાચારો સામે આવી ચુક્યા છે અને ત્યારે સુરત જિલ્લામાં પણ એક વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત થયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.