વડોદરામાં SSG હોસ્પિટલમાં કોરોના વાયરસથી 68 વર્ષના વૃદ્ધનું મોત

કોરોના વાયરસ ફરી એકવખત લોકોને ડરાવી રહ્યો છે. વડોદરામાં કોવિડ પોઝિટિવ દર્દીનું મોત થયું છે. પાણીગેટ વિસ્તારમાં રહેતા 68 વર્ષના વૃદ્ધનું કોરોના વાયરસથી મોત થતાં તંત્ર દોડતું થઇ ગયું છે અને એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દીને સારવાર આપવામાં આવી રહી હતી.

મળતી માહિતી મુજબ છેલ્લા આઠ માસથી દર્દીની ટીબીની સારવાર ચાલી રહી હતી. દર્દીને ટીબી, અસ્થમા અને હાઇપર ટેન્શનની બીમારી હતી. મોતનું કારણ સ્પષ્ટ કરવા ડેથ ઓડિટ કમિટીને તબીબોએ તમામ રિપોર્ટ સબમીટ કર્યા છે અને હાલ વડોદરા શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ દર્દીનો સંખ્યા 35 પર પહોંચી ગઇ છે.

ગુજરાતમાં ફરી એકવાર કોરોના કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે અને રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જોકે, બે દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 118 કેસ નોંધાયા છે. જેની સામે 48 દર્દીઓ સાજા થયા છે અને હાલ પાંચ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.

કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 810 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 805 દર્દીઓ હાલ સ્ટેબલ છે અને ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,977 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.