સુરત રેલવે પોલીસે બાંગ્લાદેશના નાગરિકોને ભારતમાં ગેરકાયદે રીતે ઘુસાડવાનું મસમોટું રેકેટ ઝડપી પાડ્યું છે.જેમાં સુરત રેલવે પોલીસે હાવડા ટ્રેનમાંથી બાંગ્લાદેશી યુવક અને યુવતીઓને પોલીસે ઝડપી લીધા. બાદ પોલીસ પુછપછ દરમિયાન મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.
જેમાં બાંગ્લાદેશી નાગરિકોને ખેતર મારફતે ભારતમાં ઘુસાડાયા હતાં. તેમ જ યુવતીઓને દેહ વિક્રિયના ધંધામાં ધકેલવામાં આવી હતી. આ સાથે પોલીસ તપાસમાં એ પણ ખુલ્યું છે કે, એક યુવકે બોગસ આધારકાર્ડ પણ બનાવી આપ્યા હતાં.અને જેના માટે નકલી આધારકાર્ડ માટે 1500 રૂપિયા કરતો હતો વસુલાત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સુરત એસઓજી પોલીસે બાંગ્લાદેશી યુવતીઓ પાસે દેહવિક્રય કરાવવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો.અને જેમાં સુરત એસઓજી પોલીસે રેલ્વે સ્ટેશન બહાર સીટી બસ સ્ટેશન પાસેથી એક કિશોરીને પકડી તેણીને દેહવક્રિયના ધંધામાં ધકેલનાર દંપતી તથા સુરત સુધી લાવનાર દલાલને પકડી પાડવામાં આવ્યા હતા અને બાંગ્લાદેશના દલાલને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.