અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે મર્ડર મિસ્ટ્રીના કેસનો પર્દાફાશ કરતા આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે નિલેશ જોશી નામના આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. પોલીસે ખુલાસો કર્યો હતો કે નિવૃત ક્લાસ-2 અધિકારી નિલેશે જ પુત્રની હત્યા કર્યો હોવાનો આરોપ છે. એટલું જ નહી નિલેશે પુત્રની હત્યા કર્યા બાદ તેની લાશના ટૂકડા કરી શહેરમાં અલગ અલગ જગ્યાએ ફેંક્યા હતા. પોલીસે નિલેશે તેના પુત્રની હત્યા ક્યાં કરી અને માથુ અને હાથ ક્યાં નાખ્યા તેની તપાસ રિકન્સ્ટ્રક્શન કરી ને શરૂ કરશે…
થોડા દિવસ અગાઉ વાસણામાં એક વ્યક્તિનું ધડ મળી આવ્યું હતું. આ કોનું ધડ છે તે શોધવા પોલીસ પ્રયાસ કરી રહી હતી. તેને ગણતરીના કલાકો થયા તેટલામાં લો ગાર્ડન નજીક કલગી ચાર રસ્તા પાસે એક વ્યક્તિના હાથ અને પગ પોલિથીન બેગમાં મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસે એક જ વ્યક્તિના આ અંગો હોવાની શંકાને આધારે તપાસ શરૂ કરી હતી. બાદમાં એક શંકાસ્પદ સીસીટીવીમાં દેખાતા વૃદ્ધને શોધવા માટે અમદાવાદ ક્રાઈમબ્રાંચ કામે લાગી હતી. .શંકાસ્પદ હિલચાલ કરતાં દેખાતા વૃદ્ધ રિટાયર્ડ ક્લાસ-2 ઓફિસર હોવાનું સામે આવ્યું અને બાદમાં પિતાએ જ પોતાના પુત્રની જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.