જસદણના નવા માર્કેટિંગ યાર્ડમાંથી એક અજાણ્યા બાઈક ચાલકે ધોળા દિવસે યાર્ડના ઓકશન શેડમાં પડેલી જીરાની બોરીની ચોરી કરી નાસી છૂટતા યાર્ડના જવાબદારોની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. જોકે જીરાની બોરીની ચોરી કરનાર અજાણ્યો શખ્સ બાઈક સાથે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જસદણ યાર્ડમાંથી જે જીરૂની બોરીની ચોરી થઈ હતી અને તેમાં દોઢથી બે મણ જીરૂ ભરેલું હોવાનું જાણવા મળ્યું હતું.
જો કે આ બનાવમાં જે વેપારીની જીરાની બોરી ચોરી થઈ હતી તેઓ દ્વારા જસદણ પોલીસ મથકમાં અજાણ્યા ચોર સામે કોઈ ફરિયાદ દાખલ કરવામાં નહીં આવતા તે વેપારી સામે અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. આ ચોરીના મામલે જસદણ માર્કેટિંગ યાર્ડના જવાબદારો દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા બાઈક ચાલકને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જસદણના નવા માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે ચોકીદારો સતત તેનાત હોય છે અને યાર્ડમાંથી એક ચપટી જણસ પણ કોઈ બહારનો વ્યક્તિ ન લઈ જઈ શકે તેવી ચાંપતી વ્યવસ્થા હોય છે.અને તેમ છતાં જસદણ યાર્ડમાંથી ધોળા દિવસે બપોરના સમયે કોઈ અજાણ્યો શખ્સ જીરૂ ભરેલી બોરી ઉઠાવીને બાઈક ૫૨ લઈને નાસી જતા ખેડૂતોમાં અને વેપારીઓમાં જસદણના નવા માર્કેટીંગ યાર્ડની ચોકીદારી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.