અફઘાનિસ્તાનના કાબુલમાં થયો બોમ્બવિસ્ફોટ, અત્યાર સુધીમાં 50ના મોત..

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની સુન્ની મસ્જિદમાં વિસ્ફોટ થયો છે. ન્યુઝ એજન્સી અનુસાર, તાલિબાને કહ્યું છે કે, આ હુમલામાં 50થી વધુ લોકો માર્યા ગયા છે. અફઘાનિસ્તાનમાં મસ્જિદો પર હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. રાજધાની કાબુલની મસ્જિદમાં શુક્રવારના રોજ સાંજે જોરદાર વિસ્ફોટ થયો હતો. એજન્સી અનુસાર, આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 50 લોકોના મોત થયા છે.અને આ હુમલા વિશે તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ વિસ્ફોટ કાબુલમાં સુન્ની મસ્જિદમાં થયો હતો.

તાલિબાનના જણાવ્યા અનુસાર, હુમલામાં માર્યા ગયેલા લોકો મસ્જિદમાં નમાજ પઢવા આવ્યા હતા. આ ઘટનામાં 20 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ પહેલા 21 એપ્રિલે અફઘાનિસ્તાનમાં એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા અને 65 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટની જવાબદારી આતંકી સંગઠન ISISએ લીધી હતી. આ પહેલા 19 એપ્રિલના રોજ કાબુલ નજીક એક શાળામાં વિસ્ફોટ થયો હતો અને જેમાં 6 લોકોના મોત થયા હતા અને ત્યાં એક ડઝન લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ કાબુલ નજીક અબ્દુલ રહીમ શાહિદ હાઈસ્કૂલમાં થયો હતો.

તમને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનમાં હાલમાં તાલિબાનનું શાસન છે. અને તાલિબાનોએ દેશ પર કબજો જમાવ્યો તે પછી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટ નજીક ત્રણ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 100 થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 120થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 13 અમેરિકન કમાન્ડો પણ સામેલ છે. એક વિસ્ફોટ એરપોર્ટના અબ્બે ગેટ પર થયો હતો, જ્યારે બીજો વિસ્ફોટ એરપોર્ટ નજીક બેરોન હોટલ પાસે થયો હતો. આ હોટલમાં બ્રિટિશ સૈનિકો રોકાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.