એ.સી. ના ઉપયોગથી આવે છે વધુ લાઈટબીલ તો જાણી લો આ એકદમ સરળ રીત, મળશે વધારે આવતા લાઈટબીલથી છુટકારો…

જો તમે એસી ખરીદવા માંગો છો, અથવા તો તમારા ઘરમાં એસી છે, તો તમને પહેલી ચિંતા તો તેના બીલની આવે છે. જે વ્યક્તિના ઘરમાં એસી છે તે લોકો એવી કોશિશ કરતા રહે છે. કે તે એસી ચલાવીને ઠંડક મેળવી શકે, અને તેનું બીલ પણ ઓછુ આવે. તેવા લોકો ઘણા પ્રકારના ઉપાયો કરતા હોય છે. તેમાં એસી નું ઓછુ બીલ આવે તેવા પ્રયાસ કરતા રહે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે એસી ચલાવવાનો સાચો રસ્તો શું છે.કે જેનાથી આપણા વીજળીની પણ બચત થાય છે. તેવામાં આજે આપણે એવી કેટલીક ટીપ્સ આપશું કે જો તમે AC ચલાવશો તો ફક્ત બીલ જ ઓછુ નહિ આવે પરંતુ તેની જીવનભરની કેપેસીટી પણ વધી જાય છે. તો ચાલો આપણે જાણીએ કે એસી ને કે રીતે ચલાવવું જોઈએ.

એક જ ટેમ્પ્રેચર પર AC રાખો :

ઘણા અહેવાલમાં કહેવામાં આવ્યું છે, કે એસી ના તાપમાનને એક જ રાખવું જોઈએ. કેમ કે તેની વીજળના બીલ પર અસર જોવા મળે છે. એવું જાણવા મળ્યું છે કે એક ડીગ્રી પર છ ટકા વીજળીની અસર જોવા મળે છે. જો તમે તેનાથી થોડુક વધુ ટેમ્પ્રેચર રાખો ત્યારે એસી ના આવનારા બીલમાં ચોવીસ ટકાનો ફેર પડે છે.

૧૮ ને બદલે ૨૪ પર રાખો :

જયારે લોકો વધુ ગરમી પડે ત્યારે એસી ના ટેમ્પ્રેચરને ૧૮ પર કરી દે છે, અને વારંવાર તેમાં વધઘટ કરતા રહે છે. તેવામાં તમારે એવી કોશિશ કરવી કે એસી નું ટેમ્પ્રેચર ૧૮ ને બદલે ૨૪ પર રહે. તેનાથી તમને જલ્દીથી ઠંડક ન પકડાય પરંતુ થોડી વારમાં તમારો રૂમ ઠંડો થવા લાગે છે. કેમ કે તેની અસર તમારા બીલ પર જોવા મળે છે.

ટાઈમરનો ઉપયોગ કરો :

ઘણા લોકો એવું કરતા હોય છે કે તે સાંજે એસી ચાલુ રાખીને સુઈ જાય છે. અને તેનું એસી આખી રાત સુધી ચાલુ રહે છે. તમારા રૂમ ઠંડી હોય અને ખુબ ઠંડી લાગવા છતાં પણ તે એસીને બંધ કરતા નથી. તેને લીધે આપણું એસી આખી રાત સુધી ચાલુ રહે છે. ત્યારે આવી સ્થિતિમાં તમે તમારા એસીને થોડાક સમય માટે ટાઈમર સેટ પર રાખી શકો છો. તેને લીધે એસી થોડા સમય પછી તેની રીતે બંધ થઈ જાય છે, અને તમારો રૂમ પણ ઠંડો રહે છે. તેને લીધે તમારા બીલમાં પણ ઘણો ફરક જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.