પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં હિન્દુ- મુસ્લિમ ભાઈચારાનો ઉત્તમ કિસ્સો પ્રકાશમાં આવવા પામ્યો છે. જેમાં વારાહીમાં રહેતા વ્યાસ અલકા બેનને કોઈ ભાઈ ન હોઈ તેમને ધર્મના ભાઈ તરીકે ગામમાં રહેતા મલેક મહમદખાનને ભાઈ બનવ્યો હતો.
વારાહીમાં ભાઈ બહેનના સંબંધને ઉજાગર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વારાહીમાં રહેતા હિન્દુ બ્રાહ્મણ બહેનના ઘરે પુત્રના લગ્ન હોય અને તેને કોઈ ભાઈ ન હોવાના કારણે ધર્મના બહેન બનાવ્યા હતા. ત્યારે મુસ્લિમ ભાઈ દ્વારા વાજતે ગાજતે રૂપિયા 6.51 લાખના સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 12 લાખનું સુંદર મામેરું ભરી ભાઈની ફરજ અદા કરી હતી, સાથે હિન્દૂ-મુસ્લિમ એકતાના દર્શન કરાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.