ઓનલાઇનના જમાનામાં ઘણી વખત વેબસાઈટ પરથી શોપિંગ કરતી વખતે એવી ઘટના બને છે કે માન્યામાં ન આવે. અને આવી જ એક ઘટના મહાનગર અમદાવાદના એક યુવાન સાથે બની હતી. જેમાં યુવાને ઓનલાઇન શોપિંગ કરી મોબાઇલ મંગાવ્યો હતો.
પણ જ્યારે પાર્સલ ઘરે આવ્યું ત્યારે અંદરથી કંઈક બીજું નીકળતા સૌ કોઈ ચોંકી ગયા હતા. અને રૂપિયા 15000ની કિંમતના મોબાઈલના બદલે પાંચ નાહવાના સાબુ પાર્સલ માંથી નીકળ્યા હતા. આવી છેતરપિંડીનો ભોગ બનનાર યુવાને પોલીસ ફરિયાદ કરી હતી જેમાં આખરે યુવાનને ધક્કા ખાવાનો વારો આવ્યો તેમજ આ કેસમાં યુવાનને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે.અને અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતા હર્ષિલ શાહે ઓનલાઇન મોબાઇલ ખરીદવા માટે અનેક ઓફર્સ જોઈ હતી. અંતે redmi નો ફોન લેવાનું નક્કી કર્યું પછી MIની સાઇટ પર જઈ લોગીન કરી તારીખ 11 ફેબ્રુઆરીએ પૈસા ઓનલાઇન ચૂકવ્યા હતા.
તા.13 ફેબ્રુઆરીના રોજ એના ઘરે પાર્સલ આવ્યું હતું યુવાનને એવું હતું કે અંદર પોતાની પસંદગીનો ફોન મળશે. પણ પાર્સલ અંદર ખોલીને જોતા નાહવાના સાબુ મળ્યા હતા. લકસ કંપનીના સાબુ જોઈને સૌ કોઈ ચોંકી ગયા. આ મામલે યુવાને પહેલા પોલીસમાં અને પછી ગ્રાહક સુરક્ષામાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. અને આ મામલે તેને ગ્રાહક સુરક્ષાના દ્વાર ખખડાવી પગલાં ભરવા કહ્યું છે. આ મામલે ગ્રાહક સુરક્ષાના મુકેશ પરીખે કહ્યું કે, ઓનલાઇનમાં ગ્રાહક છેતરાયા હોય એવું આ પહેલી વાર નથી બન્યું. ઓનલાઇન શોપિંગ માટે જાણીતી સાઈટ પરથી પણ ચિટિંગ થયું હોય એવા કેસ સામે આવ્યા છે. એ પછી ગ્રાહકો ન્યાય અને પૈસા માટે અહી આવે છે.
જો સાયબર ક્રાઇમમાં આ કેસ જાય અને પોલીસ તપાસ કરે તો IP પરથી કડી મળી જાય એમ છે અને બને ત્યાં સુધી ઓનલાઇનથી કોઈ વસ્તુ આવે તો ડિલિવરી બોય સામે વસ્તુ ખોલવી જોઈએ. જેથી ગ્રાહક સાથે થયેલી છેતરપિંડી નો પુરાવો રહે અને કંપની સામે પણ પગલાં ભરી શકાય. જોકે આ કેસમાં ફરિયાદ લઈને કંપની સામે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે જ્યારે પણ આવું થાય છે ત્યારે ભોગવવાનો વારો ગ્રાહકનો જ આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.