ડીસા તાલુકાના ડાવસ ગામના તલાટી કમ મંત્રી પર હુમલો થતાં ચકચાર મચી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ..

ડીસા તાલુકાના ડાવસ ગામના તલાટી કમ મંત્રી પર હુમલો થતાં ચકચાર મચી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ.. ડીસા તાલુકાના ડાવસ ગામના તલાટી કમ મંત્રીને ગાડી થી ટક્કર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. જમીન બાબતે અદાવત રાખી તલાટી હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે ડીસા તાલુકાના મોરથલ ગોળીયા ગામે રહેતા જીતેન્દ્રભાઈ સાંખલા ડાવસ ગામે તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરે છે તેમના પરિવારને જમીન ખેડવા બાબતે અગાઉ ભડથ ગામના ઠાકોર પરિવાર સાથે બોલાચાલી થઈ હતી. જે બાબતે અદાવત રાખી તેમના પરિવારને કેટલાક ઠાકોર સમાજના લોકો હેરાન કરતા હતા. ત્યારે આજે તલાટી કમ મંત્રી જીતેન્દ્રભાઈ મોરથલ ગોળીયા થી ડાવસ ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે સોમભા ઠાકોરે માર્શલ ગાડીથી ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે તલાટી બાઈક લઈને પડી જતા ગાડીમાંથી ઉતરીને સોમભાએ તલાટી પર ટોમી વડે હુમલો કર્યો હતો અને આ રસ્તા પર થી ચાલીસ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે મામલે તલાટી કમ મંત્રીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે હુમલો કરનાર સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.