મેંદરડા પોલીસ સ્ટેશનની પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ સ્ટેશનથી આશરે 11 કિલોમીટર દૂર આવેલ આમલા ગામની સીમ વિસ્તારમાં આ કામના ફરિયાદી અશોકભાઈ રમેશભાઈ માથુકિયા પટેલ ઉંમર વર્ષ 38 રહે રાજેશ્વર ગામ તાલુકો મેંદરડા જીલ્લો જુનાગઢ વાળાએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાના ખેતરમાં સાથી ચલાવી રહ્યા હતા તે વખતે આ ગામના આરોપી હર્ષ રમેશભાઈ તેના શેઢા પડોશી હોય અને ફરિયાદીના બાજુના ખેતરમાં ટ્રેક્ટર ચલાવતો હોય અને તેનું ટ્રેક્ટર ફરિયાદીના ખેતર ના પારા ઉપરથી વાળતા ફરિયાદી એ તેને કહેલ કે મારા ખેતરના પાડા ઉપરથી ટ્રેક્ટર વાળો તો નહીં મારા ખેતરનો પારો વિખાઈ જાય છે તેમ કહેતા આરોપી વર્ષ આરોપી તેમના સાથી રમેશભાઈ માવજીભાઈ બરવાળીયા મહેશભાઈ ભરતભાઈ બરોડિયા ભરતભાઈ માવજીભાઈ બરોડિયા આ તમામ રહે આમલા ગામને સાથે રાખી ચારે આરોપીઓ દ્વારા ફરિયાદી અશોકભાઈ માથુકિયા નહિ જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપી ફરિયાદીને ઢીકા પાટોનો માર મારી આરોપી મહેકને લોખંડના પાઇપ વડે ફરિયાદીના ડાબા પગ ના ગોઠણથી નીચેના ભાગે બે ગામ મારી ફેક્ચર કરી તથા આરોપી ભરતભાઈએ ખરપિયા વડે ફરિયાદીના જમણા પગના સાથળમાં એક ઘા મારી ચારેય આરોપીઓ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા બાબતે ફરિયાદ નોંધાય
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.