છાંયા વિસ્તારમાં આવેલા મારૂતિનગર વિસ્તારમાં રહેણાંક મકાનની બહાર છકડા રીક્ષામાંથી દરિયાઈ રેતી ખાલી કરતા હતા. તે દરમિયાન પોલીસ કર્મીએ રેતી બાબતે પ્રતાપ માંડણ ખિસ્તરીયા નામના શખ્સને પૂછતા પ્રતાપે કહેલ કે આ રીક્ષા મારી છે. તેમ કહી જેમ ફાવે તેમ અપશબ્દો બોલવા લાગ્યો અને અપશબ્દો બોલવાની ના પાડતા પ્રતાપે લાકડાના બળતણ વડે બન્ને પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો. જ્યારે પ્રતાપના પિતા માંડણ ખીસ્તરીયાએ બન્ને પોલીસ કર્મચારીને ઝપાઝપી કરીને રોકી રાખ્યા હતા. તે દરમિયાન રેતી ભરવાનો પાવડો હવામાં ઉગામી સાજન વરુને ઈજા પહોંચાડી અને ત્યારબાદ રીક્ષા લઈને પ્રતાપ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
News Detail
પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીને માર મારતા બે ઈસમો સામે ગુનો નોંધાયો છે. જેમાં શહેરના છાંયા વિસ્તારમાં આવેલા મારૂતિનગરમાં ગત રોજ સવારના સમયે સાજન રામશી વરૂ અને નિખીલ ઘેલા વાઘ નામના બંને પોલીસ કર્મચારીઓ ગેરકાયદેસર દરિયાઈ રેતી ભરેલી રીક્ષા ચેક કરવા જતાં પિતા-પુત્રએ હુમલો કર્યો હતો.
છાંયા વિસ્તારમાં આવેલા મારૂતિનગર વિસ્તારમાં રહેણાંક મકાનની બહાર છકડા રીક્ષામાંથી દરિયાઈ રેતી ખાલી કરતા હતા. તે દરમિયાન પોલીસ કર્મીએ રેતી બાબતે પ્રતાપ માંડણ ખિસ્તરીયા નામના શખ્સને પૂછતા પ્રતાપે કહેલ કે આ રીક્ષા મારી છે. તેમ કહી જેમ ફાવે તેમ અપશબ્દો બોલવા લાગ્યો અને અપશબ્દો બોલવાની ના પાડતા પ્રતાપે લાકડાના બળતણ વડે બન્ને પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો. જ્યારે પ્રતાપના પિતા માંડણ ખીસ્તરીયાએ બન્ને પોલીસ કર્મચારીને ઝપાઝપી કરીને રોકી રાખ્યા હતા. તે દરમિયાન રેતી ભરવાનો પાવડો હવામાં ઉગામી સાજન વરુને ઈજા પહોંચાડી અને ત્યારબાદ રીક્ષા લઈને પ્રતાપ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ દોડી ગયો હતો. આરોપી માંડણ ખિસ્તરીયાને કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતા. જ્યારે હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા સાજન વરૂ તથા નિખીલ વાઘને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને સાજન રામશી વરૂ નામના પોલીસ કર્મીએ ફરજમાં રૂકાવટ કરી માર મારવાની ફરીયાદ નોંધાવી હતી. જેને લઈને કમલાબાગ પોલીસ સ્ટાફે આરોપી બંને ઈસમોને ઝડપી પાડ્યા હતા. હુમલાખોર પિતા-પુત્ર સામે પોલીસ મથકમાં રાજ્ય સેવક તરીકે કાયદેસરની ફરજમાં રૂકાવટ તેમજ જાહેરનામા ભંગ અને હુમલો કરવા સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.