વડોદરા માં કોરોના નો રાફડો ફાટ્યો છે અને તંત્ર એક તરફ ભીડ નહિ કરવાની દેખાવપૂરતી વાતો કરી રહ્યું છે તો બીજી તરફ પાછલા બારણે ભીડ કરવાની જાણે પરમિશન આપતું હોય તેવી ડબલ સ્ટાન્ડર્ડ વાસ્તવિકતા સામે આવી છે, કારણ કે વડોદરા ના સયાજી નગર ગૃહ માં જાણીતા કૉમેડિયન ઝાકીર ખાન નો તા.6 ના રોજ રાત્રે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા
અને જોર થી ચિચિયારીઓ પાડતા નજરે પડ્યા હતા આ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈન નો ભંગ કરવા ખુલ્લેઆમ જાણે પરમિશન આપી દેવામાં આવી હતી અને અહીં સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડયા હતા અને કેટલાય લોકો એ માસ્ક નાક ઉપર થી કાઢી નાખ્યા હતા.અહીં ઉમટી પડેલી જન મેદની ની ભીડ જોતા કોરોના સ્પ્રેડ થવાની પુરી શક્યતા જણાઈ રહી છે.એક તરફ નાઈટ કરફ્યૂ નો દેખાવ કરી તંત્ર સબ સલામત નો ઢોલ વગાડી રહ્યું છે અને બીજી તરફ મનોરંજન ના નામે કોરોના વકરવાની પરવા કર્યા વગર જ આવા કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે ત્યારે તંત્ર ની લાપરવાહી છતી થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.