ફિલ્મ ‘કાશ્મીર ફાઈલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી દ્વારા તાજેતરમાં કપિલ શર્મા પર ફિલ્મના પ્રમોશન માટે ના પાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિવેક અગ્નિહોત્રીના નિવેદન બાદ આ મુદ્દો સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઈન્ટ બનતા કપિલ શર્મા દ્વારા આ અંગે ખુલાસો કરવો પડયો હતો. પરંતુ હવે આ મુદ્દે કેકેઆર દ્વારા ટિપ્પણી કરીને આગમાં ઘી હોમવાનું કામ કર્યુ છે. અને કેકેઆરએ ટ્વિટ કરેલા વીડિયોમાં સૌપ્રથમ તો કાશ્મીર ફાઈલ્સ મૂવી વિશે વાત કરી છે.
ત્યાર બાદ તેને કહ્યું કે, ‘આ શો કપિલ શર્માનો નહી. તે માત્ર પૈસા લઈને એક્ટિંગ કરીને ઘરે જતો રહે છે. આથી તે કપિલ શર્માના હાથમાં નથી કે શો પર કોણ આવશે અને કોણ નહી. વિવેક અગ્નિહોત્રીની પીઆર ટીમે સોની ટીવી સાથે કપિલ શર્માના શો માટે અપ્રોચ કર્યો હતો. આ સમયે સોની ટીવીએ પીઆર એજન્સી પાસે 25 લાખની માંગણી કરી હતી. અને સોની ટીવી કોઈ પણ ફિલ્મના 25 લાખ રૂપિયા લે છે. ‘
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.