ખભા પર કાવડને બદલે શ્રદ્ધાળુ ભગવાન શિવની મૂર્તિ લઈને નીકળ્યો, વીડિયો થયો વાયરલ…

જેવો જ શ્રાવણ મહિનો ચાલુ થયો, લાખો કાવડીયાઓ પોતાના ખભા પર જળ લેવા માટે રસ્તાના કિનારે ચાલતા નીકળી ગયેલા જોવા મળે છે અને કોસો દૂર જઈને પવિત્ર નદીમાંથી જળ ભરે છે અને પછી શ્રાવણના સોમવાર અથવા શિવરાત્રિ પર ભગવાન ભોલેનાથને જળ ચઢાવે છે અને આવી ઘણી વર્ષો જૂની પરંપરાને લોકોએ આજે પણ ચાલુ રાખી છે અને કેટલાંક લોકો ખભા પર ભારેથી ભારે કાવડ રાખે છે અને પછી ચાલતા જ નીકળી પડે છે.

કાવડીયાઓના પગ ભલે થાકી જાય,પરંતુ તેમનું મન થાકતનું નથી કારણ કે તેઓ ભગવાન શંકરને મનથી જળ ચઢાવવા ઈચ્છે છે. તમે તેમને દિવસ-રાત રસ્તાના કિનારે ચાલતા જોઈ શકશો. તે પોતાની શ્રદ્ધા સાથે ભોલે શંકરને જળ ચઢાવવા ઈચ્છે છે. કંઈક એવી જ શ્રદ્ધા એક કાવડીયામાં જોવા મળી હતી, જેણે પોતાના ખભા પર કાવડને બદલે ભોલે શંકરને જ બેસાડી દીધા હતા. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કાવડીયો પોતાના ખભા પર કાવડને બદલે ભગવાન શંકરની મૂર્તિને લઈને ચાલતો જોવા મળે છે અને ભગવાન શંકરની મૂર્તિ તેણે બનાવડાવી અને પછી તેને પોતાન ખભા પર લઈને યાત્રા કરવાનું નક્કી કર્યું છે. ભગવાન શંકરની મૂર્તિ ઘણી સુંદર લાગી રહી છે.

વીડિયોમાં જોવા મળશે કે કાવડીયો પોતાની સાથે એક ખુરશીને પણ લઈને ચાલી રહ્યો છે અને જેવો જ તે થાકે છે તો તે ભગવાન શંકરની મૂર્તિને ખુરશી પર બેસાડી દે છે અને પોતે પણ આરામ કરવા લાગે છે અને થોડા સમયમાં રિલેક્સ થયા પછી તે ફરીથી મૂર્તિને ખભા પર બેસાડીને ચાલવા લાગે છે. ઈન્ટરનેટ પર આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ કાવડીયાની શ્રદ્ધાને વંદન કરી રહ્યા છે અને તેનું કંઈક અલગ વિચારવા અંગે પણ વખાણ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર પણ આ વીડિયોને ઘણા લોકો શેર કરતા જોવા મળ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 12 લાખથી વધુ લોકોએ લાઈક કરી લીધો છે જ્યારે કરોડોની સંખ્યામાં લોકોએ તેને જોયો છે અને વીડિયોના કેપ્શનમાં લોકો હર હર શંભુ લખતા પણ જોવા મળ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.