શહેરમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે શુક્રવારે મોડી રાત્રે મહિધપૂરા પોલીસ મથકની સામે આવેલા તૈયબી મોહલ્લામાં એક જૂનું જર્જરીત બે માળનું મકાન ધરાશયી થતા સ્થાનિક વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને તૂટી પડેલા મકાનના કાટમાળ નીચે ચાર મોપેડ, એક ટેમ્પો અને એક ઓટો રિક્ષા દબાતા નુકસાન થવા પામ્યું હતું.
શુક્રવારે મોડી રાત્રે 12 વાગે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં બનાવ અંગે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ધાંચી શેરી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે, મકાન બંધ હતું.હોવા સાથે ઘટના રાત્રીના સમયે બની હોવાથી સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.
મકાન વર્ષો જૂનું અને જર્જરીત થઈ ગયું હોવાથી વરસાદને કારણે તૂટી પડ્યું હોવાની શક્યતા છે અને બાજુના મકાનમાં રહેતા ત્રણ વ્યક્તિને સાવચેતીના ભાગરૂપે બહાર કાઢી લેવાયા હતા.ઘટના અંગે પાલિકાના સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.