- ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં શિકાર કરવા માટે દીપડાએ શ્વાન પાછળ દોટ લગાવી હુમલો કર્યો હતો. ત્યારે જીવ બચાવવા દીપડાએ સામો પડકાર ફેકતા હેબતાઈ ગયેલા દીપડાને પુછડી દબાવી પરત ફરવું પડયુ હતુ. આ દીપડા-શ્વાનની લડાઈની રોમાંચક ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ બંન્ને પ્રાણીઓની લડાઈ નિહાળ્યા બાદ કોણ શિકાર અને કોણ શિકારી? સાથે શ્વાનએ પ્રકૃતિના નિયમો ફેરવી દીધાનો મત લોકો વ્યક્ત કરી રહ્યા છે. શ્વાન દીપડાના ગળા પર ચોંટી ગયો ત્યારે આ રોમાંચક ઘટનાની પ્રાપ્ત વિગતોનુસાર બે દિવસ પૂર્વે રાત્રીના સમયે તાલાલા ગીર શહેરમાં આવેલ જૂની મામલતદાર કચેરી પાસે ફરી રહેલ એક શ્વાનનો શિકાર કરવા માટે એક મસમોટા દીપડોએ અચાનક આવી પાછળથી દોટ લગાવીને હુમલો કર્યો હતો. આ સમયે જીવ બચાવવા પ્રથમ શ્વાને નાસવા પ્રયાસ કરેલ પરંતુ દીપડાની ઝડપ આગળ તે ટુંકો પડ્યો હતો. જો કે, હાર ન માનીને ન શ્વાને જીવ બચાવવા માટે મસમોટા દીપડા સામે પડકાર ફેંકી બાથ ભીડતા લડાઈ શરૂ થયેલ જેમાં શ્વાન દીપડાના ગળા પર ચોંટી ગયો હતો. ત્યારે શ્વાનનો પોતાનો ઉપર હુમલો જોઈને દીપડો પણ એક તબક્કે ડઘાઈ જવાની સાથે ભયભીત થઈ ગયો હોય તેમ શ્વાનનો શિકાર કર્યા વગર પરત નાસી ગયો હતો. અંતે દીપડાને પરત ફરવું પડ્યું દીપડા-શ્વાનની લડાઈની સમગ્ર રોમાંચક ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો સામે આવ્યો છે, જે નિહાળવા લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી. તો અનેક વખત એવું કહેવાયું છે કે, સિંહના સેંજળ એટલે કે સાવજના એઠા પાણી પીવા વાળાને પણ હિંમત આવી જાય છે. આ મુજબ જ ગીર પંથકમાં વસવાટ કરતા સિંહોનું એઠું પાણી શ્વાને પીધું હશે. એટલે જ પોતાનો શિકાર કરવા આવેલા મસમોટા દિપડાનો હિંમતભેર સામનો કરી પરત ફરવા મજબૂર કરી દીધો હતો. આપની ગલી મૈ તો કુત્તા ભી શેર હોતા હૈ… આ ડાયલોગ તાલાલા ગીરના શ્વાને સાચા અર્થમાં ચરીતાર્થ કરી બતાવ્યો છે. જો કે, જાણકારોના મતે આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.