ભુજ ખાતે ઝડપાયેલા મેકડ્રોન ડ્રગ્સ ના આરોપી ઓને માલ આપવામાં અન્ય આરોપી મોહમદ નોફિલ ઉર્ફે બાપુ કાદરીની પણ ભૂમિકા ખૂલી હતી. ગુજરાત એ.ટી.એસ દ્વારા દબોચી લેવામાં આવ્યા
News Detail
ભૂજ ના યુવાનોને ડ્રગ્સ આપનારા ડ્રગ્સ સપ્લાયર ને અમદાવાદ થી ગુજરાત એ ટી એસ એ દબોચ્યા
પાંચ દિવસ પૂર્વે અમદાવાદથી ખેપ મારીને ભુજમાં કાર મારફત મેફેડ્રોન ડ્રગ્સ લઇ આવતા ભુજના ત્રણ યુવાનને દબોચાયા બાદ આ ડ્રગ્સ અમદાવાદમાં જેની પાસેથી લઇ આવ્યા હતા તે બે આરોપીને પણ ગુજરાત એટીએસએ ઝડપી લીધા છે.
ગુજરાત એટીએસએ આ અંગે જાહેર કરેલી વિગતો મુજબ પાંચેક દિવસ પૂર્વે ભુજમાં એસઓજીએ 28 ગ્રામ કિં. રૂા. 2.80 લાખ મેફેડ્રોન ડ્રગ્સ સાથે અકરમ અબ્દુલગની સંધી (સમા) તથા નદીમ નૂરમામદ સમા અને સાવન ચંદુલાલ પટેલને ઝડપી લેતાં આ માલ તેઓ જુહાપુરાના શેહજાદ ઉર્ફે શૈજુ મન્સુરી પાસેથી લીધાની કેફિયત આપતાં તેનો આરોપી તરીકે સમાવેશ થયો હતો.
આ ઉપરાંત માલ આપવામાં અન્ય આરોપી મોહમદ નોફિલ ઉર્ફે બાપુ કાદરીની પણ ભૂમિકા ખૂલી હતી. ગુજરાત એ.ટી.એસ.ના પો.ઈન્સ. શ્રી એન.આર.બ્રહ્મભટ્ટનાઓને ગુપ્ત રાહે બાતમી મળેલ કે, ભુજ શહેર એ ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૯૨૨/૨૦૨૨ NDPS એક્ટ કલમ ૮(સી), ૨૨(બી), ૨૯ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી શહેજાદ @ શૈજુ મન્સુરી તથા મોહમદ નોફીલ @ બાપુ કાદરી જેઓ હાલમાં અમદાવાદમાં જુહાપુરા રોયલ અકબર ટાવર પાસે માઝ પાન પાર્લરના કોર્નર પાસે હાજર છે. જે બાતમી આધારે પો.ઈન્સ. એન.આર.બ્રહ્મભટ્ટનાઓના માર્ગદર્શન મુજબ અનુસાર ગુજરાત એ.ટી.એસ.ના પો.સ.ઈ. બી.ડી. વાઘેલા, તથા સ્ટાફના માણસો તા. 11/11/2022 ના રોજ સાંજના સમયે જુહાપુરા રોયલ અકબર ટાવર પાસે આવેલ માઝ પાન પાર્લરની નજીકમાં વોચમાં હાજર રહેલ.
જે દરમ્યાન બાતમી હકીકત મુજબના બન્ને ઇસમો માઝ પાન પાર્લર પાસેથી થોડે દુર કોર્નર ઉપર ઉભેલ હોવાનું જણાતા તુરત જ બન્ને ઇસમોને કોર્ડન કરી રોકી લઈ તેઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ઓળખાણ અનુક્રમે (1) શહેજાદ @ શૈજુ સ.ઓ. મોહમદ હનીફ પિરભાઇ જાતે મન્સુરી રહે. બી/૮૫, મુબારક સોસાયટી, એગ્રો પેટ્રોલપંપ સામે, ટેલીફોન હોટલ પાસે, સરખેજ રોડ, અમદાવાદ તથા (2) મોહમદ નોફીલ @ બાપુ સ.ઓ. યુનુસભાઇ શદરહુસેન જાતે કાદરી રહે. ૫૦૧, રોયલ અકબર ટાવર, જુહાપુરા તથા એ/૧૦૨, ગુલમહોર પાર્ક, ફૈઝલ નગર, બોમ્બે હોટલ પાસે, નારોલ, દાણીલીમડા તથા ઘર નં. ૫૦૧, નુરેઇલાહી ફ્લેટ, બરફની ફેકટરી પાસે,જુહાપુરા, અમદાવાદના હોવાની જણાવેલ.
પકડાયેલ બન્ને ઈસમોની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, આજથી આશરે બે દિવસ અગાઉ ભુજ ખાતે રહેતો અકરમ અબ્દુલગની સંધી તથા તેના બે માણસો જુહાપુરા, અમદાવાદ ખાતે આવેલ અને પકડાયેલ ઈસમો શહેજાદ @ શૈજુ મન્સુરી તથા મોહમદ નોફીલ @ બાપુ કાદરી પાસેથી ગે.કા. મેફેડ્રોન (MD) નો આશરે ૩૦ ગ્રામ જેટલો જથ્થો ખરીદ કરેલ. અકરમ સંધી તથા તેના બે માણસો આ ગેરકાયદેસર મેફેડ્રોનનો જથ્થો લઇ ભૂજ જતા હતા દરમ્યાન 28 ગ્રામ મેફેડ્રોન (MD),કિં રૂ. 2.80,000/- ના જથ્થા સાથે ભુજ પોલીસના હાથે પકડાઇ જતા કાયદેસરની કાર્યવાહી થયેલ. જે ગુન્હામાં શહેજાદ @ શૈજુ મન્સુરી તથા મોહમદ નોફીલ @ બાપુ કાદરીના પણ નામ ખૂલવાપામેલ અને ત્યારબાદ તે બન્ને નાસતા ફરતા હતા.
ગુજરાત એ.ટી.એસ. દ્વારા આ બન્ને વોન્ટેડ આરોપીઓ પકડાઈ જતા તેઓની વિગતવાર પૂછપરછ કર્યા બાદ તેઓને ભૂજ પોલીસને સોંપવા કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.