કિયારા અડવાણી બોલીવુડની સૌથી પોપ્યુલર એક્ટ્રેસેસમાંથી એક છે અને તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ પણ છે. ફેન્સનું એવું છે કે, તે પોતાના ફેવરેટ સ્ટાર માટે દીવાના હોય છે અને તેમની પૂજા કરવા લાગે છે અને હંમેશાં એવું પણ થાય છે કે, તે સ્ટારને મળવા માટે તે કોઈ પણ હદ સુધી ચાલ્યા જાય છે. ફેન્સ માટે ભલે આ હરકત તેમની ચાહતને વ્યક્ત કરવાનો માર્ગ હોય, પણ અનેક વાર આ વસ્તુઓ સ્ટાર્સને ગભરાવી પણ દે છે.
કિયારાએ હાલમાં એક એવી ઘટના જણાવી છે, જ્યારે તેના એક ફેને કંઈક આવું કર્યું અને જેનાથી તે આશ્ચર્યચકિત થઇ ગઈ. આ ઘટના વિશે જણાવતાં કિયારાએ કહ્યું કે, તેના ફેનની આ હરકત ‘સ્વીટ’ ની સાથે ડરાવની પણ હતી.
એક ઇન્ટરવ્યૂમાં કિયારાને પૂછવામાં આવ્યું કે, તેના માટે કોઈ છોકરાએ સૌથી ક્રેઝી હરકત શું કરી છે અને આનો જવાબ આપતાં કિયારાએ જણાવ્યું કે, ‘મારા માટે કોઈ છોકરાની સૌથી ક્રેઝી હરકત? હા રિયલમાં એક ફેને કર્યું હતું. હું એ નહીં કહીશ કે, હું ક્યાં ફ્લોર પર રહું છું પણ રિયલમાં હું ખુબ જ ઉપરના ફ્લોર પર રહું છું અને તેને મને આવીને મળવા માટે મારી બિલ્ડીંગની બધી સીડીઓ ચઢીને આવ્યો અને મને યાદ છે, જ્યારે તે આવ્યો, ત્યારે તે પરસેવાથી ભીનો હતો, હું ગભરાઈને એને પૂછ્યું, શું થયું? તમે સારાં છો? તમને પાણી જોઈએ?’
કિયારાએ આગળ કહ્યું કે, ફેનનો આ જેસ્ચર સ્વીટ હતો પણ ‘ક્રેઝી અને ડરાવનો’ પણ હતો અને કિયારાએ જણાવ્યું કે, તેના પ્રશ્નનો જવાબ આપતા ફેને કહ્યું કે, ‘ના હું સીડીઓ ચઢીને ઉપર આવ્યો છું, હું બસ તમને બતાવવા ઈચ્છતો હતો કે, મારા માટે તમે કેટલા મહત્વપૂર્ણ છો.’ કિયારાએ કહ્યું કે, તે વિચાર કરવા લાગી. ‘પણ કેમ? તમે લિફ્ટ પણ લઇ શકતા હતા.’ તે પોતાના મનમાં આ વિચાર કરતી હતી કે, ‘ઠીક છે, પણ હવે આગામી સમયે મારા ઘરે આવવાનું નહીં અને આ થોડું ડરાવનું પણ હતું.’ તે ફેન વિશે જણાવતાં કિયારાએ કહ્યું કે, ‘આ સ્વીટ તો હતું, પણ એક પ્રેમાળ રીતે જ ક્રેઝી પણ હતું. તે એક પ્રેમાળ વ્યક્તિ હતો, તે એક સારો વ્યક્તિ હતો.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.