સુરત ના સલાબતપુરામાં પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના ખાતામાં કામ કરતા સાથી કર્મચારીએ 16 વર્ષની કિશોરીને લિંબાયતના કેફેમાં લઈ જઈ ઘેનયુક્ત કોફી પીવડાવી કપલ બોક્સમાં લઈ જઈ બળાત્કાર કરવા મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ, લિંબાયતની 16 વર્ષીય ખુશ્બુ ( નામ બદલ્યું છે) આંજણા ફાર્મ ખાતે પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના ખાતામાં નોકરી કરે છે અને તેની માતા પણ તે જ ખાતામાં નોકરી કરે છે. ખુશ્બુ ની સાથે નિખિલ નામનો યુવક પણ નોકરી કરતો હતો.
3 જાન્યુઆરીના રોજ ખુશ્બુ કામ પર ગઈ હતી. ત્યારે નિખિલે એવું કહ્યું કે બધા કોફી પીવા જાય છે તો આપણે પણ જઈએ. પહેલાં તો ખુશ્બુએ કોફી પીવા જવા માટે ઇન્કાર કર્યો હતો પરંતુ નિખિલે તેને કોફી પીવા જવા માટે વારંવાર જણાવતા આખરે ખુશ્બુ તૈયાર થઈ હતી.ત્યાર બાદ એક રિક્ષામાં ચારેય જણા નીકળ્યા હતા અને લિંબાયત કેફેમાં ગયા હતા ત્યારબાદ તેઓ સાથે રહેલા બે જણા ત્યાંથી નીકળી ગયા હતા અને ત્યારબાદ યુવકે યુવતીને ઘેનયુક્ત કોફી પીવડાવી રેપ કર્યો હતો. બુધવારે ખુશ્બુએ નિખિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સલાબતપુરા પીઆઇ એમ.વી.કિકાણીએ આરોપી નિતીશ કુમાર ઉર્ફે નિખિલ પ્રેમકુમાર સહાની(રહે. આંજણા, સલાબતપુરા)ને ઝડપી પાડ્યો હતો.
લિંબાયતમાં એક કાફેમાં ગયા બાદ ત્યાંથી નિખિલના બંને સાથી કર્મચારીઓ બીજે કોઈ જગ્યાએ નીકળી ગયા બાદમાં નિખિલે ખુશ્બુ ને કોફી પીવડાવી હોવાનું સામે આવ્યું છે તે કોફીમાં ઘેનવાળો પદાર્થ ભેળવેલો હોય તે પીધા બાદ થોડીવાર માટે ખુશ્બુ બેહોશ થઈ ગઇ તે સમયે નિખિલે ખુશ્બુ સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ખુશ્બુ ભાનમાં આવતા તેને ખ્યાલ આવી ગયો હતો કે તેની સાથે શું થયું છે. તે ખાતા પર આવી ત્યારે તેણીએ તેની માતાને કહ્યું કે તેની તબિયત સારી નથી કહી ખુશ્બૂ ઘરે નીકળી ગઈ હતી. બીજા દિવસે તેણે તમામ હકીકત માતા ને જણાવતા માતા ચોંકી ઉઠી હતી અને હવસખોર વિરુદ્ધ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.