સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય બોલાચાલીમાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે ગમે તેની ઉપર હુમલાની ઘટનાઓ બને છે. અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં તો મહિલાઓથી લઈ અને સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલા સુધીની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે.
….ત્યારે હાલમાં સામાન્ય જનતાની સલામતીનો સવાલ ઉત્પન્ન થયો છે. ત્યારે હાલમાં જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામની સરકારી હોસ્પિટલમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા સિક્યુરિટીને થોડા દિવસ પહેલા કોઈ સાથે સામન્ય બાબતે માથાકૂટ થઈ હતી. જેનો ખાર રાખી અને રાત્રિના સમયે બુલેટ ઉપર આવી અને હુમલો કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. સિક્યુરિટી ગાર્ડની હાલત નાજુક જણાતા તેને તાત્કાલિક અસરે અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે ઘસેડવામાં આવ્યા હોવાનું હાલમાં સાર્વજનિક ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે હુમલાખોર કોણ છે ? અને બુલેટ ઉપર આવી અને હુમલો શા માટે કર્યો ? જેની વધુ વિગતો પોલીસ મેળવી રહી છે. અને તાત્કાલિક અસરે આ વ્યક્તિની ધરપકડ કરવા માટેના ચક્રો પણ ગતિમાન કર્યાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.