ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચતા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
News Detail
ગાંધીનગરમાં નવા સચિવાલયની સામે જૂના સચિવાલય આવેલું છે. જૂના સચિવાલયમાં વિવિધ સરકારી કચેરીઓ કાર્યરત છે ત્યારે વિવિધ બ્લોકની અંદર આ કચેરીઓ કાર્યરત છે. જેમાં બ્લોક નંબર 16માં આજે આગની ઘટના બની હતી. બીજા માળે આ આગની ઘટના બની હતી. આગને કાબુમાં મેળવવા માટે ફાયર બ્રિગેડ પાણીનો મારો ચડાવ્યો હતો.
સચિવાલથી ફાયર બ્રિગેડની ઓફિસ નજીક હોવાથી તાબડતોડ ફાયરના જવાનો ત્યાં પહોંચ્યા હતા અને બ્લોક નંબર 16 પર પહોંચી નીચે ઉભા રહી આગ પર પાણીનો છંટકાવ કરીને ત્વરીત કાબુ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આગ લાગતા તેનો ધૂમાડો દૂર દૂરથી જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.