આસામના જોરહાટ જિલ્લાના ઉપરી ટિમટિમિયા સરદાર પથની પાસે રવિવારની સવારે આગની ઘટના બની હતી. અને રાજીવ ગાંધી ગ્રામીણ ક્રીડા પ્રકલ્પની સામે આહુતલી ખેતરથી પસાર થનારી ONGCની તેલ પાઈપલાઈનમાં અચાનક આગ લાગી હતી અને આ ઘટના બાદ ગામમાં અફરાતફરી મચી ગઈ હતી.
સ્થાનિક લોકોએ ઘટનાની જાણકારી તરત જ ફાયર વિભાગને આપી હતી. ઘટનાની માહિતિ મળતા જ ફાયર વિભાગ અને ચિનામારા ONGC ફાયર વિભાગના કર્મચારીઓ તરત જ આવી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવામાં લાગ્યા હતા અને લગભગ 2 કિમીના વિસ્તારમાં ફેલાયેલી આગ પર કાબૂ મેળવવામાં તેઓ સફળ રહ્યા હતા.
રાહતની વાત એ છે કે આગમાં કોઈ પ્રકારની જાનહાનિ સામે આવી નથી. આ ઘટનાને લઈને સ્થાનિકનું કહેવું છે કે આગ સતત ફેલાઈ રહી હતી.અને જો ફાયર વિભાગ સમયસર ન આવતા તો આસપાસના ગામ આગની ઝપેટમાં આવી જતા અને મોટું નુકસાન થતું. જો કે આગ કયા કારણોથી લાગી હતી તેની જાણકારી મળી રહી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.