સુરતના પેટ્રોલ પંપ પર ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે અને ટેમ્પોની કેબિનમાં આગ લાગતાં પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, કર્મચારીઓની તત્પરતાને કારણે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
એક ટેમ્પો ભેસ્તાન પેટ્રોલ પંપ પર પહોંચ્યો. ડીઝલ ભરતી વખતે ટેમ્પોમાં આગ લાગી હતી. ટેમ્પોમાં ગેસ સિલિન્ડર ક્ષમતા કરતાં વધુ ભરેલું હતું અને આવી સ્થિતિમાં જો કોઈ પેટ્રોલ પંપ પર આગ લાગવાની ઘટના બને તો તે ચિંતાનો વિષય બની જાય છે.
એચપી ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાં ડીઝલ ભરતી વખતે સામેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જ્યારે ટેમ્પો ચાલકે ધુમાડો જોયો ત્યારે તે સમજી ગયો કે ટેમ્પોમાં આગ લાગી છે. આ આગને તાત્કાલિક અસરથી કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ત્યારે જ પેટ્રોલ પંપના કર્મચારીએ નિર્ભયતાથી ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કર્યો હતો અને તેની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી જેથી ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાં આગ વધુ ફેલાઈ ન હતી.
વિનાયક જાદવે જણાવ્યું કે, સવારે આઇસ ટેમ્પો અહીં આવ્યો હતો. કેબિનમાં અચાનક આગ લાગી હતી. જેથી અમારી પાસે રહેલા ફાયર પ્રોટેક્શન સાધનોની મદદથી આગને કાબુમાં લેવામાં આવી હતી અને જો સમયસર તેને કાબૂમાં લેવામાં ન આવ્યો હોત તો મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત કારણ કે તે એચપી ગેસ સિલિન્ડર વહન કરતું વાહન હતું. ટેમ્પોની અંદર રાખેલ તમામ બાટલાઓ ગેસથી ભરેલા હતા. પરંતુ પંપના કર્મચારીની નજરે મોટી દુર્ઘટના ટળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.