અડાજણની જાણીતી સ્કૂલની બાજુના કોમ્પલેક્ષમાંથી સ્પાની આડમાં ચાલતુ કૂટણખાનુ ઝડપાયું..

સુરત શહેર શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં કુટણખાના ધમધમી રહ્યાં છે અને ચોંકાવનારી વાત તો એ છે કે શહેરના મોટા ભાગના વિસ્તારમાં સ્કૂલ અને ટ્યૂશન ક્લાસીસની નજીક જ દેહનો વ્યાપાર ચાલી રહ્યો છે. તાજેતરમાં પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે શહેરના આનંદ મહલ રોડ પરથી જાણીતી સ્કૂલની બાજુમાંથી કુટણખાનું ઝડપી પાડ્યું છે.

પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનીટને અડાજણ આનંદ મહલ રોડ પર એસકોન પ્લાઝામાં બ્લુ હેવેન સ્પામાં કુટણખાનું ચાલતુ હોવાની બાતમી મળી હતી મળતી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી સ્પા ના સંચાલક પરી વિક્રમકુમાર બર્ણવાલ, મેનેજર મિતેષ મુકેશભાઇ રાઠોડ તથા મનિષભાઇ ધીરુભાઇ મુંજાણીની ધરપકડ કરી હતી અને ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ કરવાની સુવિધા સાથે જી પે અને પેટીએમ સ્કેનર પણ રાખવામાં આવ્યા હતા. પોલીસે કુલ 7690નો મુદ્દામાલ કબજે લીધો હતો તથા 3 લલનાઓને મુક્ત કરાવી હતી.

તમને જણાવી દઈએ કે એસ્કોન પ્લાઝા એ શહેરની જાણીતી ભુલકા ભવન સ્કૂલની બાજુમાં આવેલું છે. આ પ્લાઝામાં સતત લોકોની અવરજવર પણ રહે છે અને અહીં ઉપર રહેણાંક મકાનો પણ છે આવા વ્યસ્ત વિસ્તારમાં કુટણખાના ધમધમતા હોય તે ખરેખર તો શહેર પોલીસ માટે શરમની વાત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.