રાજકોટના યુવક સાથે ઇંગ્લેન્ડની યુવતીએ સગાઈ કરી, સાત સમુંદર પાર ભારતીય સંસ્કૃતિ મુજબ સાત ફેરા…

ખુબ ભાગ્યશાળી હોય છે, એ લોકો જે પ્રેમ કર્યા બાદ જીવનભરના સાથી બની શકે છે. આપણે કહીએ છે ને કે, પ્રેમને કોઈ બંધન નથી હોતું તેનું એક ઉત્તમ ઉદાહરણ રાજકોટ શહેરમાં બન્યું છે.

વાત જાણે એમ છે, રાજકોટના યુવક સાથે ઇંગ્લેન્ડની યુવતીને પ્રેમ થયો અને તે પોતે પરિવાર સાથે ભારતીય સંસ્કૃતિ મુજબ રાજકોટમાં સગાઈ કરી છે. ચાલો અમે આપને આ પ્રેમ કહાની વિશે વધુ જણાવી કે, આખરે આ પ્રેમ કઇ રીતે પાંગર્યો.

રાજકોટમાં રહેતા વૈદ્ય પરિવારનો દીકરો કિશન પાછલાં વર્ષોમાં અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયો હતો અને ત્યાં સાથે અભ્યાસ કરતી યુવતી એલી સાથે તેની ગાઢ મિત્રતા બંધાઈ હતી. ધીમે ધીમે બન્ને એક બીજાને પસંદ કરવા લાગ્યાં હતાં અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
પરિવારજનોને લગ્ન વિશે વાત કરતાં પરિવારની સહમતીથી લગ્ન કરવાનું નક્કી થયું. એલીના પરિવારજનો ખાસ રાજકોટ આવ્યા ને સગાઈ અને હવે લગ્ન પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ કરશે. રવિવારેવૈદિક મંત્રોચાર સાથે ગોર મહારાજની હાજરીમાં એલી અને કિશનની સગાઈ કરવામાં આવી હતી.
સૌથી ખાસ વાત એ કે, કાઠિયાવાડ રીતરિવાજ મુજબ સગાઇ સમયે દીકરીને હાથમાં શ્રીફળ આપવું, ચૂંદડી ઓઢાડવી તેમજ છાબ અને પગમાં પાયલ પહેરાવવા જેવી દરેક વિધિ કરવામાં આવી હત. આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે.
ટૂંક સમયમાં આ બંને યુગલ લગ્નના બંધને પણ બંધાઈ જશે.પ્રેમ લગ્ન એ જ સાચા અર્થે સાચા છે, જે તમે પરિવારની ઇચ્છાથી રાજીખુશીથી કરો. આ યુગલે જે બંધને બંધાયું તેમાં ધર્મ, સંસ્કૃતિ , ભાષા, જીવનશૈલી બધુ જ અલગ છે પરંતુ બંને પ્રેમની લાગણીથી બંધાયા છે, જે દરેક વ્યક્તિમાં સરખી જ હોય છે અને આ કારણએ જ આ અનોખી ખુશીનો અવસર જોવા મળ્યો છે, રાજકોટનો આ યુવાન ઈંગ્લેન્ડનો જમાઈ બનતા કાઠીયાવાડમાટે ગૌરવની વાત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.