ગિરનાર લીલી પરિક્રમામાં પરિક્રમાથીઓ માટે સરકારી દવાખાના ઊભા કરવામાં આવશે

Short Description

પરિક્રમા ને લઈને યાત્રિકોના આરોગ્ય સંબંધીત નાની મોટી તકલીફો થવાની સંભાવનાઓ રહેતી હોય છે જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પરિક્રમા ના રૂટ ઉપર સરકારી દવાખાનના ઉભા કરવામાં આવશે તથા ઇમર્જન્સી સેવા માટે એમ્બ્યુલન્સ સહિતની આરોગ્ય સુવિધાઓ પણ પરિક્રમાથીઓ માટે કાર્યરત રાખવામાં આવશે આમ યાત્રાળુ ઓનું આરોગ્ય ન જોખમાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવે છે ભાવિકોની આરોગ્યની કાળજી માટે પરિક્રમા ના રૂટ ઉપર આરોગ્યને હાનિકારક હોય તેવા ફરસાણ વાસી તથા પડતર ખોરાક ખરાબ ખાણીપીણીની વસ્તુઓ પર તકેદારી રાખવા માં આવશે તથા ખરાબ કે નદી નાળા નું પાણી પીવામાં ઉપયોગ ન લેવું સલાહ ભર્યું રહેશે આ સાથે પરિક્રમાથીઓ ને જરૂર પડે કે આકસ્મિક સંજોગોમાં આ સેવાઓનો લાભ લેવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

News Detail

ગરવા ગિરનારની લીલી પરિક્રમા નો કારતક સુદ અગિયારસના એટલે કે 4 નવેમ્બર ની મધ્યરાત્રીથી પ્રારંભ થવાનો છે ગિરનાર પરિક્રમાનો રુટ ૩૬ કિ.મી જેટલા લાંબો હોવાની સાથે કઠિન ચઢાણ વાળો છે પરિણામે પરિક્રમાથીઓને આરોગ્ય સંબંધીત નાની મોટી તકલીફો થવાની સંભાવનાઓ રહેતી હોય છે જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પરિક્રમા ના રૂટ ઉપર ઝીણા બાવાનીમઢી માળવેલા બોર દેવી અને ભવનાથના સરકારી દવાખાના ઉભા કરવામાં આવશે ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ઈમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સ સહિતની આરોગ્ય સુવિધાઓ પણ પરિક્રમાથીઓ માટે કાર્યરત રાખવામાં આવશે ઉપરાંત વનવિભાગ દ્વારા પણ સમગ્ર પરિક્રમા ના રૂટ ઉપર 16 જેટલી હંગામી રાવટીઓ ઊભી કરવામાં આવી છે અહીંયા થી પણ લોકોને જરૂરી પ્રાથમિક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આમ યાત્રાળુઓનું આરોગ્ય ન જોખમાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવે છે ભાવિકોના આરોગ્યની કાળજી માટે પરિક્રમા ના રૂટ ઉપર આરોગ્યને હાનિકારક હોય તેવા ફરસાણ વાસી કે પડતર ખોરાક તથા ખરાબ ખાણીપીણીની વસ્તુઓ ની તકેદારી રાખવામાં આવશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.