કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે વ્હાઈટ ફંગસના કારણે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં મોટા આંતરડા અને નાના આંતરડામાં કાણું જોવા મળ્યું છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પટિલમાં આ કેસ જોવા મળ્યો છે. હોસ્પિટલનો દાવો છે કે વિશ્વમાં આવો પહેલો કેસ છે..
49 વર્ષની મહિલાને પેટમાં દુખાવો અને ઉલ્ટીની સમસ્યા ઉઠ્યા બાદ આ મહિનાની 13 તારીખે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલા કેન્સરથી પીડિત હતી અને થોડા સમય પહેલા જ તેની કિમોથેરપી પણ થઈ હતી. જ્યારે હોસ્પિટલમાં મહિલાનું સીટીસ્કેન કરવામાં આવ્યું તો ખબર પડી કે આંતરડામાં કાણું છે.
સર ગંગારામ હોસ્પિટલના મેટ ઓફ સિવર, Gastroenterology and Pancreaticobitry Sciences ડિપાર્ટમેન્ટના ડો.(પ્રો) અમિત અરોડાએ જણાવ્યું કે ચાર કલાક સર્જરી ચાલ્યા બાદ મહિલાના ફૂડ પાઈપ, નાના આંતરડા અને મોટા આંતરડામાં પડેલા કાણાને પૂરવામાં આવ્યા. ત્યારબાદ જ લીક્વિડ લીકેજને પણ રોકવામાં આવ્યું.
ડો.અરોડાએ કહ્યું કે સ્ટેરોઈડના ઉપયોગ બાદ બ્લેક ફંગસ દ્વારા આંતરડામાં કાણું પડવાના કેટલાક કેસ હાલમાં જ સામે આવ્યા છે. પરંતુ વ્હાઈટ ફંગસ દ્વારા કોવિડ-19 ઈન્ફેક્શન બાદ ફૂડ પાઈપ, નાના આંતરડા, અને મોટા આંતરડામાં કાણું પડી જવાનો આ દુનિયાનો પહેલો કેસ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.