સુરત ખાતે એક લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ સામેની આ ઘટના છે.મોડી રાત્રે અહી લાગેલી આગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને બનાવના પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ગોડાઉન લાકડાનું હોવાથી આગ ખુબ વધારે ઝડપે પ્રસરી હતી. હોસ્પિટલ સામે લાગેલી આગ ખુબ મોટી ચિંતાનો પ્રશ્ન છે. સદનસીબે આગના લીધે કોઈ જાનહાની ન થઇ હતી પરંતુ આ આગની ઘટના વ્યવસ્થા પર અને લોકોની જાનહાની સામે પ્રશ્નો ઉભા કરે છે.
ગોડાઉનમાં પડેલ તમામ લાકડાની વસ્તુઓ બળીને ખાખ થઇ ગઈ છે. સુરતમાં છાશવારે આગ લાગવાની ઘટના બનતી હોય છે. જેમાં સુરત કેમિકલ ફેક્ટરીની આગ હોય કે ગોડાઉનની આગ હોય. નેશનલ હાઇવે 48 પર રોડને અડીને આવેલા વિસ્તારમાં લાગી આગ લાગી હતી. કિમ ચારરસ્તા નજીક હાઇવેને અડીને આવેલ વેસ્ટના ઢગલામાં આગ લાગવાને કારણે આસપાસની ચીજો બળીને ખાક થઇ ગઈ હતી.અને વેસ્ટના ઢગલાનો બાળવામાં ઉપયોગ થતો હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું છે.
મોડી રાત્રે લાગેલી આગના પગલે થોડા સમય માટે હાઇવે પણ બંધ કરવામાં આવ્યો છે.
ફાયર ફાઇટર ની ટિમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતમાં તક્ષશિલા પહેલા અને પછી પણ અઢળક આગની ઘટના બની હોવા છતાં ખાનગી કે સરકારી તંત્ર ઊંઘતા જડપાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.