કડોદરા જીઆઈડીસી(KADODARA GIDC) માં આગ(FIRE) ની ઘટના બને છે . વિવા(VIVA) પેકેજીંગમાં પાંચ માળની બિલ્ડિંગ( BUILDING) આવેલી છે. આગ થી બચવા માટે કામ કરતા મજૂરો જીવ બચાવવા માટે બિલ્ડીંગ કૂદતા જોવા મળ્યા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું છે.
કામદારોનો થયું રેસ્ક્યુ..
વિવા પેકેજીંગમાં લાગેલી ભીષણ આગ બાદ કામ કરતા લોકોને ક્રેઈન વડે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. તો અનેક લોકોએ જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કુદકો માર્યા પણ સામે આવી રહ્યું છે. અહીં એક મજુરનું ઘટના સ્થળે મોત થયું છે. આગ ની માહિતી મળતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને તાલુકાના મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
https://www.youtube.com/watch?v=XIxZEqGXuko
મળતી માહિતી પ્રમાણે સુરતની કડોદરા જીઆઈડીસી માં વિવા પેકેજીંગ કંપની માં આગ લાગી હતી. આ કંપનીમાં પાંચમા માળે આગ લાગતા ત્યાં કામ કરતા કેટલાક મજૂરોએ ઉપરથી કુદકો મારીને પોતાનો જીવ બચાવવાની કોશિશ કરી છે. આગ કયા કારણોસર લાગે છે તે હજુ જાણી શકાયું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.