અરે બાપ રે..ભારત સહિત વિશ્ચનાં શેર બજારોમાં મસમોટું ગાબડું.. સેન્સેક્સ અને નિફ્ટી…?

ચીન તથા યુકેમાં એનર્જી કટોકટી ઉદ્ભવ્યાના અહેવાલોની બીજી તરફ વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલ ૮૦ડોલરની સપાટીએ પહોંચતા. વિશ્વના શેરબજારોમાં આજે ભારે ગભરાટ ફેલાતાં પીછેહઠ થઈ હતી.

આજે બીએસઇ સેન્સેક્સ ઈન્ટ્રા ડે ૧૦૪૨ પોઈન્ટ અને નિફટીમાં ૨૭૯ પોઈન્ટનો કડાકો નોંધાયા બાદ શોર્ટ કવરીંગે બાઉન્સબેક થયા હતા. ચીની સરકાર દ્વારા કોર્પોરેટ ક્ષેત્ર પર વિવિધ અંકુશો લદાતા તેની ગંભીર અસર થવા પામી છે.

બીજી તરફ હવે ત્યાં એનર્જી કટોકટી ઉદ્ભવતા અનેક કંપનીઓએ ઉત્પાદન બંધ કર્યું છે. તો બીજી તરફ કેટલીક કંપનીઓ દ્વારા વીજ બ્રેકઅપ નો ઉપયોગ કરાતા તેના નાણાકીય બોજમાં વધારો થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.