રાજ્યમાં ઉત્તરગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને જેને લઇ નદીઓ તળાવો ડેમો છલકાઇ ઉઠ્યા છે ભારે વરસાદને લઇ સાબરકાંઠા, બનાસકાંઠા મહેસાણા,પાટણ મેઘરજ સહિતના જિલ્લાઓમાં શહેરો તેમજ ગામમો પાણીમાં ગરકાવ થઇ ચુક્યો છે અને ધરોઇ ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે જેને ધરોઇ ડેમથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે
ગતરોજ સાબરમતી નદીનું જળસ્તર વધતા લોઓર પ્રોમીનાડ પાણીમાં ગરકાવ થઇ ચુક્યા હતા અને અમદાવાદ આંબડેકર બ્રિજ પાસે બનાવામાં આવેલું સી પ્લેનની ધસમસતા પ્રવાહથી બોયો અને જેટી તણાઇ ગઇ હતી વડાપ્રધાન નરેન્દ્રમોદીના ડ્રીમ પ્રોજેકટમાંથી એક સી પ્લેન પ્રોજેકટ છે અંદાજિત ત્રણ કરોડના ખર્ચે જેટી 2018માં જેટી નાંખવામાં આવી હતી અને પંરતુ સી પ્લેનની સુવિધા બંધ હતા સરકાર દ્રારા જોય રાઇડની સેવા ખુલ્લી મુકાઇ હતી જેમાં જેટી દ્રારા પાઇલેટના દિશા મળે રહે તે માટે લગાવાઇ હતી અને જેમાં ગતરોજ સાબરમતીના ધસમસતા પ્રવાહથી જેટી તણાઇ ગઇ હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.