સુરતના કતારગામમાં રહેતા યુવકે પહેલા પોતાના હાથની નસો કાપી નાંખી હતી અને બાદમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. શરૂઆતમાં પોલીસને હત્યાની શંકા ગઇ હતી, પરંતુ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ યુવકે આત્મહત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.અને હાલ તો મૃતકે ડાયાબીટીસની બિમારીને કારણે આત્મહત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.
મળતી વિગતો મુજબ મૂળ બિહારના છપરાના વતની અને હાલ કતારગામમાં આવેલા માધવાનંદ આશ્રમની સામે ભાઈચંદનગરમાં રહેતા ૨૨ વર્ષીય તેજબહાદુરસિંહ લલનસિંહ હીરાના કારખાનામાં કામ કરતો હતો અને બુધવારે તે બિમારીને કારણે નોકરી ઉપર ગયો ન હતો અને રાત્રે છતના હુંક સાથે ગમછો બાંધીને ફાંસો ખાઇ લીધો હતો. બીજા દિવસે સવારે પરિવારના સભ્યોએ તેને ફાંસો ખાધેલી હાલતમાં જોતા પોલીસને જાણ કરાવાઇ હતી. તેજબહાદુરસિંહના હાથમાં તેમજ ગળાના ભાગે પણ લોહી નીકળ્યું હતું. તેજબહાદુરની હત્યા થઇ હોવાની શક્યાના આધારે ચોકબજાર પોલીસે તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને પોલીસના કહેવા પ્રમાણે તેજબહાદુરે સૌપ્રથમ પોતાના હાથમાં બ્લેડ મારી હતી અને બાદમાં ફાંસો ખાઇ લીધો હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે. તેજબહાદુર ડાયાબીટીસ તેમજ અન્ય બિમારીને કારણે પીડાતો હોવાથી પણ તેને આત્મહત્યા કર્યાની શક્યતા વ્યક્ત કરાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.