સુરતમાં સફાઈ કામદાર યુવતીને લગ્નની લાલચ આપી લોન એજન્ટે યૌન શોષણ કર્યું હતું અને જે બાદ આરોપી યુવતીને તરછોડી ફરાર થઇ ગયો હતો.જો કે પોલીસ તપાસમાં આ આરોપી અમરેલીથી ઝડપાઈ ગયો છે
ગત વર્ષે રાંદેર રામનગરમાં રહેતાં રોહિત મોતી સોલંકી વિરૂદ્ધ મનપામાં સફાઇ કર્મચારી તરીકે નોકરી કરતી ૩૩ વર્ષીય યુવતીએ અમરોલી પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. લોન એજન્ટ તરીકે નોકરી કરતાં રોહિતનો પરિચય આ મહિલા ચાર લાખની પર્સનલ લોન લેવા ગઇ હતી ત્યારે થઇ હતી.અને બંને વચ્ચે પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો.રોહિત પહેલેથી જ પરિણીત હોઇ આ મહિલા કર્મચારીને ભોગવવા તેણે પત્નીને છૂટાછેડાં આપવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.
જોકે પત્નીને છૂટાંછેડાં આપવાને બદલે આ યુવતીનું જ યૌનશોષણ કરી તેને તરછોડી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.અને આરોપી ધરપકડથી બચવા માટે સેસન્સ કોર્ટથી સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવી ચૂક્યો હતો, પરંતુ તેને આગોતરા મળ્યા ન હતા. દરમ્યાન સોમવારે એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. મુનાફ અને હેડ કોન્સ્ટેબલ જગશીએ બાતમીને આધારે ઝડપી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.