લગ્ન કે પ્રસંગમાં જોર જોરથી વાગતું DJ બન્યું હાર્ટનું દુશ્મન? એક બાદ એક ઘટનાઑ બાદ નવી સ્ટડીમા થયો મોટો ખુલાસો..

છેલ્લા કેટલાક સમયથી દેશમાં હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના ઘણા કેસ સામે આવી રહ્યા છે અને આમાંના ઘણામાં લોકો હાર્ટ એટેક આવતા થોડી જ ક્ષણોમાં મૃત્યુ પામ્યા હતા. સૌથી ચિંતાજનક વાત એ છે કે અચાનક હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવનારા મોટાભાગના લોકો યુવાન હતા અને કેટલાકને ચાલતી વખતે, કેટલાકને ડાન્સ કરતી વખતે અને કેટલાકને ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવ્યા છે.

આવો જ એક કિસ્સો બિહારના સીતામઢીથી સામે આવ્યો હતો જેમાં 22 વર્ષીય સુરેન્દ્ર કુમાર જ્યારે કન્યાને વરમાળા પહેરાવી રહ્યો હતો ત્યારે તેનું સ્ટેજ પર મૃત્યુ થયું હતું. સુરેન્દ્ર કુમારના પરિવારે કહ્યું કે સુરેન્દ્ર કુમારનું મોત ડીજેના જોરદાર અવાજને કારણે થયું છે. જોરદાર અવાજને કારણે તેના ધબકારા વધી ગયા અને તે સ્ટેજ પરથી પડી ગયો હતો. જો કે આવી જ બીજી ઘટના તેલંગાણામાં બની છે. લગ્નમાં ડાન્સ કરતી વખતે 19 વર્ષના યુવકનું મોત થયું હતું. સાથે જ વારાણસીના પીપલાની કટરામાં લગ્ન સમારોહમાં ડાન્સ કરતી વખતે એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું અને સમારોહના વાયરલ થયેલા વીડિયોમાં તે વ્યક્તિ ડાન્સ કરતો જોવા મળ્યો હતો અને અચાનક જમીન પર પડી ગયો હતો.

છેલ્લા કેટલાક મહિનામાં દેશભરમાંથી આવી કેટલીક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે જેમાં સારા-સાજા લોકો અચાનક પડી જતા જોવા મળ્યા હતા અને કેટલાક કિસ્સામાં લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને વાયરલ થયેલ એ વિડીયો જોઈને લાગી રહ્યું છે કે એ લોકો મોટેથી સંગીત સહન કરી શક્યા નથી.

સ્ટડીમાં જાણવા મળ્યું છે કે 24-કલાકના સમયગાળામાં અવાજના સરેરાશ 5-ડેસિબલ એક્સપોઝરથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય ગંભીર કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓનું જોખમ 34 ટકા વધી જાય છે. તે મગજની અંદરના ગ્રે મેટરને પણ અસર કરે છે જે નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને નોંધનીય છે કે આ ભાગ સંકોચાઈ જવાને કારણે હાર્ટ એટેક આવે છે સાથે જ મૂડ સ્વિંગ, ગુસ્સો જેવી સમસ્યાઓ થાય છે. જણાવી દઈએ કે આ પણ હાર્ટ એટેકના લક્ષણો છે.

શું સંગીત કે ઘોંઘાટ હાર્ટ એટેકનું કારણ છે? સંશોધનમાં એ વાત સામે આવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ મોટા અવાજે સંગીતના સંપર્કમાં આવે છે ત્યારે તેના હૃદયના ધબકારા ઝડપથી વધે છે તે એ બરાબર જ છે જે જોગિંગ અથવા શારીરિક કસરત દરમિયાન હૃદયના ધબકારા વધે છે. સ્ટડીમાં ખુલાસો થયો છે કે 60 ડેસિબલ સુધીનો અવાજ માનવ કાન માટે સામાન્ય છે. પરંતુ ક્લબ કે પાર્ટીઓમાં અવાજનું સ્તર વધે છે. જે આપણા માટે હાનિકારક છે. 15 મિનિટથી વધુ સમય માટે 100 ડેસિબલ કે તેથી વધુની ઝડપે સંગીત સાંભળવાનું ટાળવું જોઈએ કારણ કે તે સાંભળવાની ખરાબ અસર કરે છે અને 50-70 ડેસિબલથી ઉપરનો અવાજ હાનિકારક માનવામાં આવે છે જે માનવ હૃદય અને મગજને અસર કરે છે.

વધતી ઉંમર સાથે, પુરુષો કરતાં સ્ત્રીઓને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. ઉદાહરણ તરીકે, મેનોપોઝ પછી સ્ત્રીઓમાં હાર્ટ એટેક વધે છે અને તે જ સમયે, આ ઉંમરે પુરુષોમાં આ જોખમ સ્ત્રીઓ કરતાં થોડું ઓછું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.