એક મહિના પહેલાં પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દીકરી….

એક મહિના અગાઉ પત્નીએ ઝેરી દવા પીને લઈને આપધાત કરી લીધો હતો. પત્ની વગર પોતે જીવી નહિ શકે તેમ લાગી આવતાજ યુવાને પોતાની બે નાની પુત્રીઓ સાથે રામનગરની કેનાલમાં આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર કલોલના પલસાણા ગામે રહેતા યુવાને ગત રોજ સવારે પોતાની બે પુત્રીઓ ને સાથે લઈને ઝેરોક્ષ કરાવવા નીકળ્યો હતો, ત્યારબાદ આ યુવાને બંને પુત્રીઓને સાથે લઈને રામનગરની કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી યુવકની પત્નિ મનિષાએ આજથી એક મહિના અગાઉ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી અને પત્નિનો વિયોગ સહન ના થતા યુવાને આ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું હતું.

મરણ પામનારા યુવકે આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ લખી ને ગયો છે, જેમાં જણાવ્યા પ્રમાણે પોતાની પત્નિ મરી જતા તે રોજ રોજ મરી રહ્યો હતો અને પત્નિ વગર જીવવું અશક્ય લાગતું હોય તો તેને બંને પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લીધી હતી બનાવના સ્થળે દોડી ગયેલી પોલીસે બનાવ અંગે અકસ્માત મોતની નોંધ કરીને તપાસ ચલાવી છે.

https://www.youtube.com/watch?v=SdohoamPF2k

મરણ જતા અગાઉ ભાવે છે પોતાની ચિઠ્ઠીમાં લખ્યું છે કે પોતાની નોકરી દરમિયાન આવતો પીએફ અને જમીન તેમજ અન્ય મિલકતોમાંથી જે કંઈ પણ રકમ જે આ તમામ રકમ તેની બંને પુત્રીઓ પેંસી અને હેનસી ના નામે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં દાન કરી દેવું તેમ જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.