સુરત કામરેજના ખડસદ સ્થિત ઓમ રેસિડેન્સીમાં રહેતી બે સંતાનની માતાએ જિંદગીથી કંટાળી જઈ ચિઠ્ઠી લખી બેડરૂમમાં પંખાની હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગમાપીપડીના વતની અને હાલ કામરેજ તાલુકાના ખડસદ ગામે ઓમ રેસિડેન્સીમાં બી-16માં ફ્લેટ નંબર 303માં રહેતાં રંજનબેન ભરતભાઈ બોધાણી (ઉં.વ.42) મંગળવારના રોજ પતિ તેમજ સંતાનો સાથે માસી સાસુના ઘરે વરાછા મીની બજારે ગયા હતા અને તેઓ મોડી રાત્રે 1 કલાકે પોતાના ઘરે આવ્યા હતા અને હોલમાં ઊંઘી ગયા હતા.
દરમિયાન બુધવારે સવારે તેમનો પુત્ર નૈતિક ઊઠ્યો હતો અને ત્યારે રંજનબેન હોલમાં જોવા નહીં મળતાં તેણે બેડરૂમમાં જઈને તપાસ કરતાં રંજનબેનને પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. તેણે કાગારોળ મચાવી દેતાં ઘરના તમામ સભ્યો જાગી ગયા હતાં. ઘરમાંથી રંજનબેને લખેલી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં જણાવ્યું હતું કે જિંદગીથી કંટાળી આ પગલું ભરું છું એમાં કોઈનો વાંક નથી મને માફ કરજો અને જે અંગે કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.