ગુજરાતની વાયબ્રન્ટ સમિટમાં ઇએસઆર ઇન્ડિયા પોતાના પ્રોજેક્ટનું વિસ્તરણ કરી રહી છે. ગુજરાત સરકાર સાથે તે એમઓયુ સાઇન કરવાની છે. આ કંપની રાજ્યમાં ઇન્ડસ્ટ્રીયલ અને વેરહાઉસિંગની પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવા માગે છે.તેથી આ કંપનીએ જમીન મેળવી લીધી છે.
ઈએસઆર ઇન્ડિયા પોતાની વિસ્તરણ યોજનાના ભાગરૂપે ગુજરાતમાં એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસિત કરવા માટે આશરે 300 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ઈએસઆર એક દિગ્ગ્જ ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટિક રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ છે અને તે મુખ્યરૂપથી એશિયા પ્રશાંત ક્ષેત્રના બજારો પર ધ્યાન આપે છે.
કંપનીએ 36.5 એકર જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટિક પાર્ક વિકસિત કરવાની પોતાની યોજનાની જાહેરાત કરી હતી. આ પાર્ક ઉત્તર ગુજરાતના જાલીસણા ખાતે તૈયાર કરવામાં આવશે જે એક વિકસી રહેલા ઇન્ડસ્ટ્રીયલ હબ છે. આ સૂચિત પાર્ક આ ક્ષેત્રમાં ઇજનેરી, ઇલેક્ટ્રોનિક્સ, ઉર્જા, નિર્માણ, મશીનરી, ઓટોમોબાઇલ, ઓટો સહાયક, ઈ-કોમર્સ અને 3 પીએલ કંપનીઓ માટે વિસ્તાર અને કુલ અન્ય જરૂરિયાતોને પૂર્ણ કરશે.
આ પાર્ક દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સાથે પણ જોડાયેલ છે. ઇએસઆરના સીઇઓ અભિજીત મલકાનીએ કહ્યું અમે દેશના સૌથી ઝડપથી વિકસી રહેલ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરો પૈકી એકમાં પ્રવેશ માટે ઉત્સાહિત છીએ. અમે આ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીયલ અને વેરહાઉસિંગ પ્રવુતિઓને વધારવા માટે એ સ્પેસમાં યોગદાન માટે તૈયાર છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.