હાલોલ ખાતે એક ખુલ્લી ગટર લાઈનમાંથી બુધવારે સવારના તાજુ જન્મેલ નવજાત શિશુ ત્યજી દીધેલી હાલતમાં રડતું કકળતું પુરુષ જાતિનું બાળક પનોરમા ચોકડી ખાતે રહેતા સુરજભાઈ રતનભાઇ ભરવાડ ને નજરે પડ્યું હતું.
ગોધરા સિવિલમાં સારવાર માટે ખસેડાયુંનવજાત શિશુ ત્યજી દીધેલ હાલતમાં જોવા મળતા સુરજભાઈએ તાત્કાલિક 108 પર તેમજ 100 નંબર પર ફોન કરતા 108 એમ્બ્યુલન્સની ટીમ સહિત હાલોલ રૂરલ પોલીસ પનોરમા ચોકડી ખાતે દોડી આવી હતી. જ્યાં ધૂલ કા ફૂલને ઝાડીઓમાંથી ઉઠાવી 108ની ટીમે તેને એમ્બ્યુલન્સ ખાતે તાત્કાલિક સારવાર આપી હતી.અને વધુ સારવાર અને સાચવણી માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયું હતું.
કાયદેસરની કાર્યવાહી હાથ ધરીબનાવ અંગેની જાણ થતા ઘટનાસ્થળે દોડી આવેલ હાલોલ રૂરલ પોલીસે તાજા જન્મેલા નવજાત શિશુને તરછોડી દઇ ત્યજી દેનાર નવજાત શિશુની માતા સહિત ઝાડીમાં ફેંકી જનાર ઈસમની સામે સુરજભાઈ રતનભાઈ ભરવાડની ફરિયાદના આધારે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.અને જ્યારે પનોરમા ચોકડી ખાતે ઝાડીમાંથી નવજાત શિશુ મળી આવ્યાની ઘટનાની જાણ થતા આસપાસથી લોકો આ બાળકને જોવા દોડી આવ્યા હતા.
લોકોમાં રોષની લાગણી ફેલાઈનવજાત શિશુને ત્યજી દેનારી તેની જનેતાએ મજબૂરીવશ કે પાપ છુપાવવા કયા સંજોગોમાં આવો કઠોર નિર્ણય લઇ તાજા જન્મેલાં માસૂમ નવજાત શિશુ પુરુષ જાતિના બાળકને ત્યજી દીધું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.અને નવજાત શિશુને ઝાડીમાં ફેંકી દેવાની ઘટનાને વખોડી નિષ્ઠુર માતા સહિત નવજાત શિશુને ફેંકી જનાર ઇસમ સામે ફિટકારની લાગણી વરસાવતા નજરે પડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.