એસ.એમ.એસ તથા સોશિયલ મીડિયા દુરુપયોગ અટકાવવા કચ્છ જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂક કરાઈ.
એસ.એમ.એસ તથા સોશિયલ મીડિયા દુરુપયોગ થતો હોય તો નાગરિકો નોડલ અધિકારીશ્રી/નાયબ નોડલ અધિકારીશ્રીનો સંપર્ક કરી શકશે.
આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અનુસંધાને એસ.એમ.એસ તથા સોશિયલ મીડિયાનો દુરુપયોગ થતો અટકાવવા તથા ચૂંટણી નિષ્પક્ષ, સ્વતંત્ર તથા ભયમુક્ત રીતે યોજાય તે માટે તથા આ અંગે કોઈ ફરિયાદ આવે તો તેના તાત્કાલિક તમામ પગલાં લેવા માટે રાજ્યકક્ષાએ શ્રી પરીક્ષિતા રાઠોડ, નાયબ પોલીસ મહા નિરીક્ષક (ક્રાઈમ-૨) CID ક્રાઇમ ગુ.રા.ગાંધીનગરની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે.
જ્યારે જિલ્લા લેવલે પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા માટે નોડલ ઓફિસર તરીકે એ. આર. ઝનકાત, નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ભુજ મો.નં. ૯૯૭૯૬૯૦૦૦૦ ટેલીફોન નંબર ૦૨૮૩૨-૨૫૨૯૩૮ તથા નાયબ મોડેલ અધિકારી તરીકે એલ.સી.બી ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એન. ચુડાસમા મો.૯૦૯૯૦૮૪૯૦૯ તથા ટેલીફોન નંબર ૦૨૮૩૨-૨૫૮૦૨૯ વાળાઓની નિમણૂક કરવામાં આવેલી છે.
જેથી ચૂંટણી સંબંધે એસ.એમ.એસ તથા સોશિયલ મીડિયાનો દુરુપયોગ થતો હોય તો ઉપરોક્ત નોડલ/ નાયબ નોડલ અધિકારીશ્રીનો સંપર્ક કરવા પશ્ચિમ કચ્છ, પોલીસ અધિક્ષક સૌરભ સિંઘની યાદીમાં જણાવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.