રોડ શો રૂટ, સભાસ્થળ ફરતાં રસ્તાઓ તથા બસ ડાયરેક્શન રૂટવાળા રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે જાહેરનામુ બહાર પડાયું..

ભારતના વડાપ્રધાન ના ભાવનગર ખાતેના આગામી તા. ૨૯/૦૯/૨૦૨૨ના પ્રવાસ કાર્યક્રમ અન્વયે રોડ શો રૂટ, સભાસ્થળ ફરતાં રસ્તાઓ તથા બસ ડાયરેક્શન રૂટવાળા રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે તા. ૨૯/૦૯/૨૦૨૨ના રોજ કલાકઃ ૭-૦૦ થી કલાકઃ ૧૮-૦૦ સુધી નીચે દર્શાવેલ રસ્તાઓ પર તમામ વાહનો (સરકારી ફરજ તથા મેડિકલ ઈમરજન્સી સિવાયના) ની અવર-જવર માટે સંપૂર્ણપણે બંધ કરવાં વાહન પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવાં અંગે પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરના પત્ર નં. એલઆઈબી/જા.ના./૪૫૧૫/ ૨૦૨૨, તા.૨૪/૦૯/૨૦૨૨થી દરખાસ્ત રજૂ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે. ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર બી.જે. પટેલે તા. ૨૯/૦૯/૨૦૨૨ના રોજ કલાકઃ ૭-૦૦ થી કલાકઃ ૧૮-૦૦ સુધી નીચે દર્શાવેલ રસ્તાઓ પર પ્રવેશબંધી જાહેર કરી છે.
જવાહર મેદાન ફરતાં તમામ રસ્તાઃ (૧) ઘોઘા સર્કલ-મેઘાણી સર્કલ-રબ્બર ફેક્ટરી સર્કલ-રાધા મંદિર-પ્લોટ ગેટ પોલીસ ચોકી-આતાભાઈ ચોક-રૂપાણી સર્કલ-ઘોઘા સર્કલ-રીલાયન્સ મોલ (આતાભાઈ રોડ)થી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતા રસ્તા સુધી-રૂપાણી સર્કલથી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતો રસ્તો-ઘોઘા સર્કલથી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતો રસ્તો. (ર) મહિલા સર્કલ-ઘોઘા સર્કલ-રૂપાણી સર્કલ સુધી આવતા તમામ રસ્તા સંપૂર્ણ બંધ. (૩) આતાભાઈ-સંસ્કાર મંડળ-રામમંત્ર મંદિર સુધીના રસ્તા. (૪) પ્લોટ ગેટ પોલીસ ચોકી-પરીમલ ચોક-સેન્ટ્રલ સોલ્ટ ત્રણ રસ્તા-કાળીયાબીડ પાણીની ટાંકી સુધીના રસ્તા. ડાયવર્ઝન રૂટ:- ઉપરોક્ત બંધ રસ્તે આવતા વાહનો માટેનો ડાયવરર્ઝન રૂટ:- મોખડાજી સર્કલ-ટી.વી. કેન્દ્ર રોડ-લાલ બહાદુર શાત્રી સર્કલ-તિલકનગર-દિપક ચોક-શિશુવિહાર-ક્રેસંટ સર્કલ-હલુરીયા ચોક-નવાપરા ચોક-ભીડભંજન ચોક-કાળાનાળા સર્કલ-કાળુભા રોડ-ચિતરંજન ચોક-ડાયાભાઈ ચોક-જ્વેલ્સ સર્કલ-કાળીયાબીડ પાણીની ટાંકી-રામમંત્ર મંદિર-દુખીશ્યામ બાપા સર્કલ-લાલા બાપા ચોક-સરદારનગર-શિવાજી સર્કલ-સુભાષનગર ચોક સુધીના તમામ રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામા અન્વયે જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા અને ફરજ પરના વાહનોને તથા અધિકારી/કર્મચારી ઓને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવાં માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવાં ફરજ પરના અધિકારી અધિકાર રહેશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગરના જાહેરનામામાં જણાવાયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.